ઈમર્જન્સીમાં લોકતંત્રની રક્ષા કરનાર તમામ સૈનિકોને મારા શત શત વંદનઃ PM મોદી

દેશ આ બલિદાનને ક્યારેય નહીં ભૂલે, નવી પેઢીએ બોધપાઠ લેવાની જરૂર

25 જૂન 1975ના રોજ જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સીને આજે 45 વર્ષ પુરા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સીને યાદ કરતા કહ્યું કે દેશમાં આજથી 45 વર્ષ પહેલા દેશના માથે ઇમર્જન્સી થોપવામાં આવી. આ સમયે ભારતના લોકતંત્રની રક્ષા કરવા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, માનસીક ત્રાસ સહન કર્યો તે તમામને મારા શત શત વંદન. તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે.

દેશમાં ઈમર્જન્સી લાગુ થઇ ત્યારે રાજકીય નેતાઓ સુધી જ સિમિત ન રહેતા આમ જનતાના મનમાં આક્રોશ હતો. સામન્ય લોકો પાસેથી જ્યારે તેમના અધિકાર છીનવી લેવામાં આવ્યાં ત્યારે સામન્ય જીવનમાં તેનું અસ્થિત્વ શું છે ખબર પડી

ઈમર્જન્સીમાં દેશની જનતાને અહેસાસ થયો કે તેમની પાસેથી કંઇક છીનવી લેવામાં આવ્યું છે. ભારતીય ગર્વ થઈ કહી શકે છે કાયદો-નિયમથ ઉપર લોકતંત્ર આપણા સંસ્કારમાં છે. લોકતંત્ર આપણી સંસ્કૃતિ છે, વારસો છે. આ વાર્ષાને લઇને આપણે મોટા થયા છે.

કેન્દ્રીયમંત્રી રવિવશંકર પ્રસાદે કહ્યું,25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઈમર્જન્સી લાદવામાં આવી હતી. લોક નાયક જય પ્રકાશ નારાયણ, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ચંદ્રશેખર અને ભારતના લાખો લોકો સહિત પ્રમુખ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.