EMIમાં ત્રણ મહિનાની રાહતથી કોઇ લાભ નહીં: બેંકો પછીથી વ્યાજ વસૂલ કરશે

બેંક લોનના હપ્તામાં ત્રણ મહિનાની રાહતથી લોન લેનારાઓને ખાસ કોઇ ફાયદો થશે નહીં કારણકે આરબીઆઇએ જાહેર કરેલી સ્કીમ અનુસાર બેંક આ ત્રણ હપ્તાનું વ્યાજ પણ વસૂલ કરશે.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે આરબીઆઇએ જાહેરાત કરી હતી કે કોરોના લોકડાઉનને પગલે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના લોનના હપ્તા કાપવામાં આવશે નહીં.

હવે એવુ લાગી રહ્યું છે કે લોન લેનારાઓ માટે બેવડો બોજ પડવાનો છે. એક તરફ લોકડાઉનને કારણે તેમની આવક બંધ થઇ ગઇ છે અને બીજી તરફ તેમની લોનનો સમયગાળો વધી જશે.

પોેતાના ગ્રાહકોને સૂચિત કરતા દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટર્મ લોનના વર્તમાન ભાગ પર રાહતના સમયમાં પણ વ્યાજ ગણવાનું ચાલુ રહેશે.ત્રણ મહિનાની રાહતનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકો પાસેથી આ વ્યાજ વધારાના ઇએમઆઇ સ્વરૃપે વસૂલ કરવામાં આવશે.

એક ઉદાહરણ દ્વારા બેંક પર પડનારા નાણાકીય બોજને સમજાવતા એસબીઆઇએ જણાવ્યું છે કે ૩૦ લાખની હોમ લોન લેનારા ગ્રાહકને લોન પૂરી કરવામાં જો હજુ ૧૫ વર્ષ બાકી છે અને તે ત્રણ મહિનાની રાહતનો વિકલ્પ પસંદ કરે છે તો તેને વ્યાજ સ્વરૃપે વધુ ૨.૩૪ લાખ ચૂકવવા પડશે અને

વ્યાજની આ રકમ તેના આઠ ઇએમઆઇ જેટલી થઇ જશે.

આવી જ રીતે ૬ લાખ રૃપિયાની ઓટો લોનના ૫૪ હપ્તા બાકી હશે અને જો તે ત્રણ મહિનાની રાહતનો વિકલ્પ પસંદ કરશે તો તેને ૧૯,૦૦૦ રૃપિયા વધારે વ્યાજ ચૂકવવો ુપડશે જે તેના ૧.૫ ઇએમઆઇની જેટલી રકમ હશે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.