ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં રમશે ડે-નાઈટ ટેસ્ટ અને ટી-20 મેચ

કોરોનાકાળમાં ક્રિકેટની રમત વેગ પકડી રહી છે.ભારત હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને નવા વર્ષમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવશે.

ફેબ્રુઆરી મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ, વન ડે અને ટી 20 સિરિઝનુ આયોજન કરાશે. ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કહ્યુ હતુ કે, બંને ટીમો વચ્ચે એક ડે નાઈટ ટેસ્ટ રમાશે.અમદાવાદમાં આ ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી રમાશે.ચાર ટેસ્ટની સિરિઝની શરુઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે.

ગુજરાત ક્રિકેડ સ્ટેડિયમ ઈન્ડોર એકેડમીના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, પાંચ મેચોની ટી 20 સિરિઝ ની મેચ પણ અમદાવાદમાં રમાશે.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસમાં ચાર ટેસ્ટ, ત્રણ વન ડે અને પાંચ ટી 20 રમશે.આ પ્રવાસને મંજૂરી મળી ગઈ છે .પહેલા અટકળો હતી કે, કોરોનાના કારણે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચો યુએઈમાં રમાશે પણ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ પ્રવાસ માટે સંમતિ આપી દીધી છે.

ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રિય ટીમ કોરોના કાળમાં મેચ રમવા માટે પહેલી વખત આવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.