ઇઝરાયલ : ચીનના રાજદૂતનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત, ઘરમાંથી જ મળ્યો મૃતદેહ

ઇઝરાયલની નવી સરકારના શપથગ્રહણના થોડાક સમય પહેલા જ મૃતદેહ મળ્યો

– આજે બેન્જામિન નેતન્યાહૂ પાંચમી વખત રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

 

ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઈનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયુ છે. ચીની રાજદૂતનો મૃતદેહ તેમના હર્ટજલિયા સ્થિત ઘરમાંથી મળી આવ્યો છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે પણ આ ઘટનાની ખાતરી કરી છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં હડકંપ મચી ગયો છે.

હકીકતમાં ઇઝરાયલમાં નવી સરકારના શપથગ્રહણ થવાના થોડાક સમય પહેલા જ શંકાસ્પદ મૃત્યુ થયાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર પોલીસ તેમના ઘરની તપાસમાં લાગી ગઇ છે. જો કે હજુ સુધી ચીનની એમ્બસી દ્વારા આ વિશે કોઇ નિવેદન આપવામાં આવ્યુ નથી.

ઇઝરાયલની મીડિયા અનુસાર ચીનના રાજદૂત ડૂ વેઇના ઘરમાં હિંસાના કોઇ નિશાન મળ્યા નથી. તપાસ કરનાર લોકોનું માનવું છે કે રાજદૂતનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોઇ શકે છે. હાલમાં મૃત્યુના કારણ વિશે જાણી શકાયુ નથી.

58 વર્ષના વેઇનો મૃતદેહ તેમના જ બેડ પર પડ્યો હતો અને માનવામાં આવી રહ્યુ છે કે ઊંઘમાં જ તેમનું મૃત્યુ થયુ છે. તેમના પરિવારમાં તેમના પત્ની અને એક દિકરો છે. ડુ વેઈની ફેબ્રુઆરીમાં ઇઝરાયેલમાં ચીનના રાજદૂત તરીકેની નિમણૂક કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અડચણ બાદ આજે સાંજે જ બેન્જામિન નેતન્યાહૂ પાંચમી વખત રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.