ઇઝરાયલે સ્વ સુશાંતસિંહ રાજપૂતને સાચો મિત્ર ગણાવી શ્રધ્ધાંજલી આપી

ગત રવીવારે બોલીવૂડના યુવા ટેલેન્ટેડ એકટર સુશાતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ અભિનેતાના લાખો પ્રશંસકો હજુ પણ શોકમાં ડૂબેલા છે. અનેકે સેલિબ્રટીઓ અને નેતાઓએ તેને શ્રધ્ધાંજલી પાઠવી છે. બોલીવુડના કેટલાક કલાકારોએ  તો આત્મહત્યાની ઘટનાની તપાસ કરવાની પણ માંગણી કરી છે. સુશાંતસિંહની આત્મહત્યાનો પડઘો  માત્ર ભારત જ નહી ઇઝરાયલમાં પણ પડયો છે.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયના ઉપ મહા નિદેશક ગિલાદ કોહેને મંગળવારે ટવીટ કરીને સુશાંતના એકાએક નિધનનો શોક પ્રગટ કર્યો હતો. આ શોક સંદેશમાં સુશાંતને ઇઝરાયલનો સાચો દોસ્ત ગણાવીને ઉંડી સંવેદન વ્યકત કરી હતી. આ ઉપરાંત સુશાંતની ફિલ્મ ડ્રાઇવના ગીત મખનાની લિંક શેર કરી હતી. ટવીટમાં  આપ બહોત યાદ આઓગે પણ લખ્યું હતું. સુશાંત સાથે તેની કો સ્ટાર જેકલિન ફર્નાડીઝ પર ફિલ્માવાયેલા ગીતનું શુટિંગ ઇઝરાયલમાં થયું હતું.

ઇઝરાયલ સાથેના ભારતના રાજકિય ઉપરાંતના સંબંધોમાં મુંબઇ અને બોલીવુડનો મોટો ફાળો રહયો છે. બોલીવુડમાં પણ અનેક યહૂદી કલાકારોએ પ્રદાન આપ્યું છે.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જયારે ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુંબઇમાં એક સમારોહમાં હાજરી આપી હતી. ઇઝરાયલ બોલિવુડના નિર્માતાઓ અને કલાકારોને ફિલ્મોના શુટિંગ માટે આમંત્રણ આપતું રહયું છે આવા સંજોગોાં

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.