– રઘુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત
વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું કે, યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પાર્ટીને બદલવાનું કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કામ કરવા દેવામાં આવતું નહી તે બતાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે કહ્યુ હતું કે ભુક્કા કાઠી નાખાવાના છે પરંતું આજે તો કોંગ્રેસ પાર્ટીના જ ભુક્કા નીકળે છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પુત્ર સિદ્ધાર્થ શર્માંને મોટુ પદ આપવા માટે આખુ ષડયંત્ર છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચાલતુ હતું. રધુ શર્માના પુત્ર પ્રેમના કારણે આખી ગુજરાત યુથ કોંગ્રેસને સાઇડમાં મુકવામાં આવી.
વિશ્વનાથસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના ઇન્ચાર્જ રધુ શર્માના આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોના કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો યથાવત છે. કોંગ્રેસ પાર્ટીએ કયારેય છેવાડાના માનવી માટે કામ કરવાનો પ્રયાસ કર્યો નથી.આવનાર સમયમાં યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરીશું. પાર્ટીના યુવા કાર્યકરો કે જેમને દેશ માટે અને રાજય માટે કામ કરવા માંગતા હોય તેવા યુવા કાર્યકરોને કોંગ્રેસ પાર્ટી કોઇ દિશા આપતી જ નથી. કોંગ્રેસ પાર્ટી પદ વહેંચે છે. મેમ્બરશીપના બહાને રૂપિયા ઉઘારવી રહી છે તેની સામે અમારો વિરોઘ હતો. આવનાર દિવસમાં પાર્ટીના આગેવાનો જે કામ સોંપશે તેને નિષ્ઠા પુર્વક કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.