રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ’83’ રિલીઝ થાય તે પહેલાં જ મુશ્કેલીમાં મૂકાઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સંયુક્ત અરબ અમીરાત (UAE)ના ફાયાન્સરે મુંબઈની મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી છે. ’83’ના મેકર્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમાં દીપિકા પાદુકોણનું નામ છે.
છેતરપિંડી તથા ષડયંત્રની ફરિયાદ નોંધાવી
ભારતીય પીનલ કોડની કલમ 405, 406, 415, 418, 420 તથા 120B હેઠળ કેસ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે વિબ્રી મીડિયા સાથે ફિલ્મમાં રોકાણ કરવા અંગે વાત કરી હતી. આ વાતમાં ફિલ્મમાં રોકાણ કર્યા બાદ સારા રિટર્નનું વચન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાયનાન્સરે 16 કરોડ રૂપિયા રોક્યા હતા. હવે મેકર્સ આ વાતથી ફરી ગયા છે.
ફરિયાદપક્ષના વકીલનું નિવેદન
ફાયનાન્સરના એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું, ‘આ વાત બિલકુલ સાચી છે કે મારા ક્લાયન્ટે ફિલ્મ ’83’ના મેકર્સ વિરુદ્ધ છેતરપિંડી તથા ષડયંત્ર અંગેની ફરિયાદ નોંધાવી છે, કારણ કે મારા ક્લાયન્ટ પાસે લીગલ એક્શન લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. અમે મેકર્સ સાથે મળીને વાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પણ મેકર્સે મારા ક્લાયન્ટની વાત સાંભળી નહીં. આથી જ અમે કોર્ટમાં ગયા છીએ.’
24 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
’83’ને કબીર ખાને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તેના પર આધારિત છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. રણવિર સિંહ, દીપિકા પાદુકોણ, પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતિન સરના, ચિરાગ પાટિલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર તથા એમી વિર્ક જેવા કલાકરો જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.