રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેવાના હતા પણ સીઆર પાટીલ હાજર ન રહેતાં ભાજપ પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં આ કાર્યક્રમ થયો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે નિકળ્યા હતા પણ ખરાબ વાતાવરણના કારણે સી.આર પાટીલનું હેલિકોપ્ટર ઊડી નહોતું શક્યું.અને સી. આર. પાટીલ અમદાવાદ એરપોર્ટ ઉપર બે કલાકથી પણ વધારે સમય રોકાયા પણ ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ઊડી ન શક્યું તેથી તેમણે પાછા જવું પડ્યું હતું અને સી.આર. પાટીલની ગેરહાજરીમાં રાજય કક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણી બાઈક રેલીમાં જોડાયા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમયોગી કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સાથે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.