જુનાગઢનાં શહેરીજનો માટે એક રાહતનાં સમાચાર આવ્યા છે. નગરજનો માટે પાણીની પુરતી વ્યવસ્થા હોવાનું તંત્રએ જણાવ્યું છે. શહેરને પાણી પૂરું પાડતાં ત્રણ ડેમમાં પુરતો પાણીનો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. જો કે હાલ ઉપલબ્ધ હોવા છતાં તંત્ર એક મહિના પછી આ અંગે સમીક્ષા કરશે.
હાલમાં જ હવામાન વિભાગ દ્નારા આગામી પાંચ દિવસ સુધી કોઈ સંભાવના નહીં હોવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ શહેરને પાણી પૂરું પાડતાં ત્રણ સ્ત્રોત હસ્નાપુર ડેમ, આણંદપુર ડેમ હાલમાં પાણી પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
જુનાગઢ શહેરને દરરોજ ૨૫ એમ.એલ.ડી પાણી આવશ્યકતા રહે છે. તે પ્રમાણે ત્રણેય ડેમમાં પાણીની સ્થિતિ સારી છે.
મનપા દ્નારા લોકોને બિનજરૂરી પાણીનો ઉપયોગ નહીં કરવા, પાણીનો બગાડ નહીં કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.