મધ્યપ્રદેશમાં પણ ગુજરાતવાળી થવાનાં એંધાણ.. શિવરાજનાં ૩ દિગ્ગજ મંત્રી દિલ્હી પહોંચ્યા.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના વિકાસના કાર્યોને લઇને લાંબી વાતચીત કરી હતી. સાથે જ તેમણે રાજ્યમાં આવવા નિમંત્રણ પણ આપ્યું હતું.

સીએમે વડાપ્રધાન સાથે ખેડૂતોના મુદ્દે પણ ઘણી વાતચીત કરી હતી. પરંતુ કોંગ્રેસ તો ત્યાં સુધી કહે છે કે, રાજ્યમાં મુખ્યમંત્રી બદલાશે.

https://www.youtube.com/watch?v=vMp8wBdx-5M

અધૂરામાં પૂરું ત્યાં ત્રણ મોટા મંત્રીઓ દિલ્હી પહોંચ્યા તે કંઈ નાનીસૂની વાત તો નથી જરૂર કંઈક મધ્યપ્રદેશના રાજકારણમાં મોટું થવાનું છે. રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા દિલ્હીમાં છે. જ્યાં તેઓ સ્થાનિક કાર્યક્રમો માં જોડાશે. જોકે એ વાત છે કે ગૃહમંત્રી મોટાભાગે દિલ્હી આવતા જતા હોય છે.

શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ પણ દિલ્હીના પ્રવાસે છે. પ્રભાત જિલ્લાના ટીકમગઢ થઈને મથુરા ત્યાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ કેન્દ્રીય નેતાઓ સાથે મળવાનો પ્રોગ્રામ ફિકસ કરીને ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.