ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન સિહાની ગેટ વિસ્તારમાં સ્થિત પંજાબ નેશનલ બેંકના એક બ્રાંચમાં હેરાફેરીનો અનોખો મામલો સામે આવ્યો છે. બેંકના એક લોકરમાં રાખેલા અંદાજે 65 લાખ રૂપિયાના ઘરેણા પર કોઈએ હાથ સાફ કર્યો છે, પણ તે વાતની કોઈને પણ જાણ થઇ ન હતી. ત્યાં સુધી કે બેંકના કર્મચારી પણ એ વાત વિશે અજાણ હતા.અને હવે બેંકના કર્મચારીઓ પર ફરિયાદ નોંધાઈ છે.
વાત એવી છે કે, અશોક નગરની રહેવાસી પ્રિયંકા ગુપ્તાનું અકાઉન્ટ ગત 20 વર્ષથી સિહાની ગેટ પોલીસ સ્ટેશનના નેહરૂ નગર વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખામાં ખોલવામાં આવ્યું હતું. પ્રિયંકા ગુપ્તાએ આ જ બેંકના લોકરમાં પોતાના ઘરેણા મૂક્યા હતા અને તેની કિંમત અંદાજે 65 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.
પ્રિયંકાએ છેલ્લે 2019મા લોકરનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ પ્રિયંકાએ ડિસેમ્બર 2021મા લોકર ખોલવા માટે બેંક સાથે સંપર્ક કર્યો હતો, તો તેનું લોકર ખુલતું ન હતું, કેમ કે તેનામાં તેની ચાવી લાગતી ન હતી. ત્યાર બાદ બેંક કર્મચારીઓ અને મેનેજર દ્વારા તેમને એક નંબર આપીને કહેવામાં આવ્યું કે, જલદી જ લોકર ખોલ્યા પછી તમને જાણ કરવામાં આવશે. સતત બે દિવસ સંપર્ક કર્યા પછી પણ, જ્યારે પ્રિયંકા ગુપ્તાને જવાબ ન મળ્યો, ત્યારે પ્રિયંકાએ લોકરને તોડવાનો નિર્ણય લીધો, ત્યાર બાદ બેંક કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ લોકરને તોડવામાં આવ્યું હતું,અને જ્યારે લોકર તૂટ્યું, ત્યારે પ્રિયંકા ગુપ્તાના હોંશ ઉડી ગયા. કેમ કે, લોકરમાં રાખેલો તેનો કિંમતી સામાન ગાયબ હતો.
માત્ર પીળા કપડામાં રાખેલો થોડોક સામાન જ બચ્યો હતો. લોકરમાં રાખેલા અંદાજે 65 લાખ રૂપિયાના ઘરેણા ગાયબ થઇ ગયા હતા, ત્યાર બાદ પ્રિયંકા ગુપ્તાએ ગાઝિયાબાદના સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસનું કહેવું છે કે, અમે આ મામલો નોંધ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.અને લોકો પોતાનો મુલ્યવાન સામાન માટે પોતાના ઘરથી વધુ બેંકના લોકરને સુરક્ષિત માને છે, હવે બેંકના લોકરથી જો સામાન ગાયબ થવા લાગ્યો છે, ત્યારે લોકોનો બેંક પરથી વિશ્વાસ ઉઠવો યોગ્ય છે. પોલીસે 2019થી આ શાખામાં કાર્ય કરતા કર્મચારીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.