સુરત શહેરમાં ૧૦૦ ફેફસાં ડેમેજ હોવા છતાં પણ યુવાનો બેઠો થયો..

શહેરમાં કોરોનાનો કહેર વતાઁયો હતો અને બીજી લહેરમાં એક તબકકે સુરતમાં ૨ હજારની વધુ કેસો સામે આવતાં હતાં. દરમ્યાન સુરતમાં એક સોફટવેર એન્જિનિયરને કોરોના થયો હતો. તેના ફેફસાં ૧૦૦ ટકા ડેમેજ થયા હતાં.

ત્યાર બાદ તેઓ ૧૨૬ દિવસ સુધી કોરોના સામે જંગ લડયા હતાં. આખરે તેઓ આ જંગ જીત્યા છે. ૧૦૦ દિવસથી વધુ આઈસીયુ અને વેન્ટિલેટર પર રહયાં બાદ તેઓ સ્વસ્થ થઈને ધરે પરત ફર્યા છે.

સુરતમાં જયારે બીજી લહેર પીક અપ પર હતી. ત્યારે સુરતમાં રહેતાં સોફટવેર એન્જીનીયર જીતેન્દ્ર ભાલાણી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતાં. તેઓનાં રીપોર્ટ કરાવતાં ફેફસાં ૧૦૦ ટકા ડેમેજ થઈ ગયાં હતાં.

જીતેન્દ્રભાઇને તાત્કાલિક સારવાર અર્થે લાલ દરવાજા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં.

તેઓનાં સંબંધી મનોજ જણાવ્યું હતું કે, જીતેન્દ્ર કુમાર ભાલાણી મારો પિતરાઈ ભાઈ છે, ૨૮ એપ્રિલ ૨૦૨૧નાં રોઐ તેઓને કોરોના થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. તેઓને ૧૦૦ ટકા ફેફસાં ડેમેજ થયા હતાં. હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. અમે ભગવાન અને હોસ્પિટલનાં ડોકટર અને તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.