ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક શખ્સે ટ્રાંસજેંડર સાથે લગ્ન કરી લીધા હતા. આવી રીતે છેતરપીંડી કરવાના આરોપમાં સાસરિયાવાળાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. લગ્નના લગભગ 2 મહિના ફરિયાદમાં શખ્સે જણાવ્યુ હતુ કે, લગ્નના સમયે તેના સાસરીવાળા પક્ષે તેમને અંધારામાં રાખી છેતરપીંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
સુહાગરાતે શારીરિક સંબંધ બાંધવા માટે આનાકાની કરી ; કાનપુરના રહેવાસી આ શખ્સના લગ્ન 28 એપ્રિલ 2021ના રોજ થયા હતા. ફરિયાદમાં શખ્સે દાવો કર્યો હતો કે, સુહાગરાતના દિવસે તેમની પત્નીએ તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવ્યું અને સેક્સ કરવા દીધુ નહોતું.
પોલીસ અધિકારી કુંજ બિહારી મિશ્રા આ અંગે જણાવે છેકે કાનપુરના શાસ્ત્રીનગરમાં રહેતા શખ્સ પનકી વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ વરરાજાને દુલ્હન સાથે શારીરિક સંબંધ બાંધવામાં વાંધો આવતો. જેમ તેમ કરી દિવસો પસાર થયાં. પતિને શક જતાં કંઈક ગરબડ હોવાનું સામે આવ્યું. બાદમાં સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે ચેકઅપ માટે લઈ ગયો. જે બાદ ખાતરી થઈ કે, તેની પત્ની તો ટ્રાંસજેંડર છે.
https://www.youtube.com/watch?v=pVjm5asX6X0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.