ટેક્સટાઇલ સિટી સુરતમાંથી રોજે રોજ 10 લાખ તિરંગા પોસ્ટ વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલાઈ રહ્યા છે, ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પોસ્ટ વિભાગ ઘર ઘર તિરંગા પહોંચાડી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં સહભાગી બનશે
ટેક્સટાઇલ સીટી સુરતમાં હાલ સ્વતંત્રતા પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને અહીં કરોડોની સંખ્યામાં ઉદ્યોગકારો તિરંગા બનાવી રહ્યા છે.જે દેશના ખૂણામાં જશે .માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ આ કાર્ય માટે કાર્યરત નથી.પરંતુ પોસ્ટ વિભાગ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.સુરતના પોસ્ટ વિભાગ દ્વારા દરરોજ 10 લાખ તિરંગા દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. જેથી હર ઘર તિરંગા પહોંચી શકે અને આ વર્ષે પણ ગત વખતની જેમ ઉત્સાહ ભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જોવા મળશે.
આ વર્ષે પણ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહ ભેર ઉજવણી થાય તે મુજબની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આ વર્ષે પણ દરેક શહેર સુધી તિરંગા પહોંચી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેની જવાબદારી ટેક્સટાઇલ સીટી સુરતને સોંપવામાં આવી છે. સુરતના પાંડેસરા, સચિન, ઈચ્છાપોર સહિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ફેક્ટરીઓમાં હાલ લાખોની સંખ્યામાં તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે.અને રોજે રોજ દેશભરના અલગ અલગ રાજ્યોમાં મોકલી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે.
કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા 1 કરોડથી પણ વધુ તિરંગા તૈયાર કરવા વેપારીઓને જણાવી દેવામાં આવ્યું છે.આ તિરંગાઓ સુરતમા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા આ તિરંગાઓ મોકલવાની જવાબદારી પોસ્ટ વિભાગને આપવામાં આવી છે. અને સુરતના પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર થયેલા તિરંગાઓનું માન સન્માન જળવાઈ રહે તે રીતે પેકિંગ કરીને મોકલવાની વ્યવસ્થા કરી છે. છેલ્લા પાંચ દિવસથી રોજે રોજ સુરત પોસ્ટ વિભાગ દ્વારા સરેરાશ 10 લાખ જેટલા તિરંગાઓ જુદા જુદા રાજ્યના શહેરોમાં પહોંચાડાઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા લોકોને ઘરે ઘરે તિરંગા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ પોસ્ટ વિભાગની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવીને તિરંગાઓ ઘરે મેળવ્યા હતા. ત્યારે ગત વર્ષે લોકોનો ઉત્સાહ જોઈને આ વર્ષે પણ તે જ વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સવા કરોડ જેટલા તિરંગાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.ત્યારે આ વર્ષે પણ લોકો પોસ્ટ વિભાગની સાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવી તારંગા મેળવી શકે તેવી વ્યવસ્થા કરી છે.
સુરતમાં ગત વર્ષે પોસ્ટ મારફતે સૌથી વધુ તિરંગામાં મળ્યા હતા ઓર્ડર સમગ્ર ગુજરાતમાં સુરત જ એક એવું શહેર હતું. જેમાં સૌથી વધુ તિરંગાના ઓર્ડર મળ્યા હતા.આ વખતે પણ લોકોને તિરંગા મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા તૈયારીઓ થઈ ચૂકી છે. આ વર્ષે સુરત પોસ્ટ વિભાગ દ્વારા સરકારની ગાઇડલાઇન્સ મુજબ તિરંગાઓની તૈયારી કરી રાખી છે. તે ઉપરાંત ભારતના અન્ય શહેરોની પોસ્ટ ઓફિસ ખાતે પણ તિરંગાઓ મોકલવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.