ગુજરાત સરકારનો આદેશ. દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીનાં બે ડોઝ લીધેલાં હોવા જોઈએ..

ગુજરાતમાં આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે એટ્લે કે નવરાત્રી સામે છે. 07 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થાય છે. ત્યારે સરકારે 400 લોકોની સાથે ની ઉજવણી પહેલાં ની છૂટ આપી છે.પરંતુ બીજી તરફ ગુજરાત સરકાર કોવિડ -19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી.

રાજય ગૃહ વિભાગે ખેલૈયાઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીનાં બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીનાં બે ડોઝ લીધેલાઓ હોવા જોઈએ. તો જ ગરબા રમવા મળશે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

ગણેશ મહોત્સવની જેમ સોસાયટી, ફલેટમાં શેરી ગરબાનાં આયોજન માટે પણ આ જ નિયમ લાગુ રહેશે. જો કે તમામ પ્રકારની ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસિનનાં બે ડોઝ લીધેલાં હોવા હિતાવહ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.