ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે,તમે ઇવીએમમાં જે પણ બટન દબાવશો તે મત ભાજપને જ મળશે. ભાજપના આ નેતાના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું હતું કે,ભાજપના આ નેતા સૌથી પ્રામાણીક છે તેથી સાચુ બોલી ગયા.
આ પહેલા ભાજપના ધારાસભ્ય બક્શિસસિંહનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેને રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે,તમે ઇવીએમમાં કોઇ પણ બટન દબાવશો મત ભાજપને જ મળશે.
આ વીડિયો વાઇરલ થતા બાદમા રાહુલ ગાંધીએ પણ ટોણો મારતા કહ્યું હતું કે,ભાજપના આ સૌથી પ્રામાણીક નેતા છે. જોકે બીજી તરફ વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે ભાજપના આ ધારાસભ્યને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને આ નિવેદન અંગે સ્પષ્ટતા માગી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.