અમિત જેઠવા હત્યાકેસમાં ભુતપૂર્વ સાંસદ દીનું બોઘા સોલંકીની અપીલમાં 17 ઓગસ્ટે સુનાવણી

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સજા પામેલા અને હાલ જામીન પર મુક્ત દીનુ બોઘા સોલંકીની સજા સામેની અરજી પરની સુનાવણી હાઈકોર્ટની ખંડપીઠે 17 ઓગષ્ટના રોજ રાખી છે અને આ અરજીમાં સીબીઆઈએ તેનુ સોગંદનામુ રજૂ કરીને આ અરજીનો વિરોધ કર્યો છે.

સુનાવણી દરમિયાન, અરજદાર દીનુ બોઘા સોલંકીના વકીલની રજૂઆત હતી કે તેમની અપીલ પરની સુનાવણી જલદીથી રાખવામાં આવે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે પણ આદેશ કરેલો છે કે ડિસેમ્બર-2022 સુધીમાં હાઈકોર્ટ આ કેસની સુનાવણી પૂર્ણ કરે અને કાયદા મુજબ યોગ્ય નિર્ણય લે અને અરજદારની આ રજૂઆતની સામે હાઈકોર્ટે તેને ટકોર કરેલી કે, અન્ય એક કેસમાં પણ સુપ્રીમ કોર્ટે જુલાઈ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા નિર્દેશ આપેલો છે અને જેથી, તેને પણ પ્રાધાન્યતા આપવી જરૂરી છે.

અમિત જેઠવાના વકીલની રજૂઆત હતી કે તેઓ આ અરજીનો વિરોધ કરે છે અને આરોપીને મળેલા જામીનનો પણ વિરોધ કરે છે.

થોડા વર્ષો પહેલા આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હાઈકોર્ટની સામે જ હત્યા કરાઈ હતી અને આ કેસમાં ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર સહિતના દોષિતને સીબીઆઈની ખાસ અદાલતે સજા ફટકારેલી છે અને જેની સામે હાઈકોર્ટમાં અપીલ પડતર છે તેમજ દીનુ બોઘા સોલંકી હાલ જામીન પર મુક્ત છે અને જ્યારે બાકીના દોષિત જેલમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.