બિન સચિવાલય-કલાકઁની પરીક્ષામાં થયેલ ગેરરિતીઓને લઈ આમ આદમી પાર્ટી પણ હવે મેદાનમાં, ગુજરાતભરમાં કરશે વિરોધ પ્રદર્શન

તાજેતરમાં બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની રાજ્યકક્ષાએ લેવાયેલી પરીક્ષામાં ગુજરાત સરકારની ભૂમિકા અત્યંત બેદરકારીભરી અને લાગણીશૂન્ય રહી હોવાના આરોપ સાથે ગુજરાત આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને આવતીકાલે પરીક્ષામાં થયેલી ગેરરિતીઓ અંગે સરકાર વિરોધમાં કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના સંયોજક કિશોર દેસાઈએ જણાવ્યું કે સૌપ્રથમ તો સરકારે પરીક્ષાઓ રદ કરી અને અણઘડ માનસિકતાનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ પરિક્ષાર્થીઓના આગ્રહ, લોકઆંદોલનની ચીમકી અને આમ આદમી પાર્ટીના સજાગ અભિયાનના પગલે સરકારે પરીક્ષા લેવાનું સ્વીકાર્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત સરકારના દમનકારી અને સંવેદનહીન પગલાંનો કડક શબ્દોમાં વિરોધ કરે છે.

પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે નિષ્પક્ષ તપાસ કરી વિદ્યાર્થીઓને પુરેપુરો ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી સરકારને અનુરોધ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત સરકારની વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય, યુવાઓને મળતી બેરોજગારી અને ગરીબી અને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે આંખ મીંચીને નિષ્ઠુર બનેલ સરકાર પ્રત્યે ઘૃણાની લાગણી વ્યક્ત કરે છે અને રૂપાણી સરકારે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરી રાજીનામુ આપી દેવું જોઈએ તેવો ગુજરાત આમ આદમી પાર્ટી વ્યક્ત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.