ખોદી જમીન નીકળો દારૂ,ભરૂચ પોલીસે જમીન માં સંતાડેલ શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ માં પોલીસે જમીનમાં સંતાડેલ વિદેશી શરાબ ના જથ્થાને ઝડપી પાડી મહિલા બુટલેગર ને વોન્ટેડ જાહેર કરી

ભરૂચ શહેર અને જિલ્લામાં આમ તો સામાન્ય રીતે દારૂ બંધી છે,જિલ્લામાં પોલીસ વડા તરીકે નો હવાલો ડો,લીના પાટીલે સંભાળ્યા બાદ થી અનેક બુટલેગરો જેલ ના સળિયા ગણી આવ્યા તો અનેક નશાના વેપારીઓનો લાખો-કરોડો નો શરાબ પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યો છે,પરંતુ તેમ છતાં બુટલેગરો માં જાણે હમ નહિ સુધરેગે જેવી નીતિ જ જોવા મળી રહી છે,આજે પણ જિલ્લાના કેટલાય સ્થાને ભારતીય બનાવટ ના શરાબ નો વેપાર અને વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,તેવામાં હવે પોલીસ પણ વધુ એક વાર એક્શન મૉડ માં આવી છે,

ભરૂચ શહેર ના દાંડીયા બજાર નજીક આવેલ લોઢવાડ ના ટેકરા વિસ્તારમાં શહેર એ ડીવીઝન પોલીસ ની ટીમે દરોડા પાડયા હતા,જ્યાં લોઢવાડ ના ટેકરા ખાતે રહેતી રક્ષા બેન નરેશભાઈ કહાર ના ઘર ની પાછળ આવેલ ઝાડી,ઝાંખરા માં મિણીયા થેલા માં લાદી અને ઈંટો થી જમીનમાં ખાડો પાડી સંતાડવામાં આવેલ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ દારૂની નાની બોટલ નંગ-૨૦૫ કી. રૂ ૨૯,૩૬૪ નો મુદ્દામાલ ઝડપી પાડી મહિલા બુટલેગર ને મામલે વોન્ટેડ જાહેર કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં વધુ એક વાર ફફડાટ નો માહોલ છવાયો છે,

મહત્વની બાબત છે કે ભરૂચ, અંકલેશ્વર સહિત ઝઘડિયા અને વાલિયા ના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેટલાય સ્થાને બુટલેગરો સક્રિય બન્યા છે અને બિન્દાસ અથવા છુપા અંદાજ માં પોતાનો નશાનો વેપલો ધમધમાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે,ત્યારે આવા નશાનો વેપલો ધમધમાવતા બુટલેગરો સુધી જથ્થા બંધ રીતે શરાબ નો મોટો જથ્થો કયાંથી અને કોણ જિલ્લામાં પ્રવેશ કરાવે છે અને કોના થકી આખું આ નેટવર્ક ચાલી રહ્યું છે તે ચોક્કસ દિશામાં પણ પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કરી તપાસ કરવી અત્યંત જરૂરી જણાઈ આવે છે,તેમ કેટલાય જાગૃત નાગરિકો આજે પણ ઇચ્છિ રહ્યા છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.