એક્સરસાઇઝ દરમિયાન શ્વાસ લેવાની યોગ્ય રીત બૉડી માટે ફાયદાકારક હોય છે

– જાણો, એક્સરસાઇઝ દરમિયાન શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાથી શું ફાયદા થાય છે?

ફીટ રહેવા માટે તમે રનિંગ કરી રહ્યા છો, વૉક, સ્વિમિંગ અથવા તો સાઇકલિંગ. શ્વાસ લેવાના યોગ્ય રીતને અપનાવીને તમે તે એક્ટિવિટીને ન માત્ર આરામદાયી અને સુરક્ષિત રીતે કરી શકો છો પરંતુ તેના વધારેમાં વધારે ફાયદા પણ ઉઠાવી શકો છો. ઊંડા શ્વાસ લેવાથી ઑક્સીજનનું ભરપૂર પ્રમાણ શરીરમાં પહોંચે છે જે ફેફસાંને હેલ્ધી રાખવાની સાથે તેને ડિટૉક્સ પણ કરે છે.

સામાન્ય રીતે એક્સરસાઇઝ અને આરામ કરતી વખતે શ્વાસ લેવો અને છોડવાની એક સ્વાભાવિક પ્રક્રિયા છે પરંતુ જો તમે તેની યોગ્ય પ્રક્રિયા અજમાવો છો તો ન માત્ર તેનાથી પરફૉર્મન્સ સુધરે છે પરંતુ સ્ટ્રેન્થ પણ વધે છે. એક્સરસાઇઝ કરતી વખતે ચેસ્ટની જગ્યાએ ડાયફ્રૉમથી ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયાને સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેનાથી ફેફસાં સુધી ભરપૂર પ્રમાણમાં ઑક્સીજન પહોંચે છે જેની એક્સરસાઇઝ દરમિયાન બોડીને સૌથી વધારે જરૂર હોય છે.

એક્સરસાઇઝ દરમિયાન બ્રીધિંગ માટે ફૉલો કરો આ ટિપ્સ :- 

– હેલ્ધી બની રહેવા માટે તમે યોગ અથવા એક્સરસાઇઝ જે કંઇ પણ કરો છો તેની પર ફૉક્સ કરો. શ્વાસ લેવા-છોડવાની પ્રક્રિયા જાતે જ સેટ થઇ જાય છે.

– બૉડીનું પોશ્ચર પણ તેમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. સીધા ઊભા રહી જાઓ અને ડાયફ્રૉમથી શ્વાસ લો ચેસ્ટને ઓપન કરો, હડપચીને ઉપર તરફ ઉઠાઓ. શ્વાસ લો અને છોડો.

– કાર્ડિયોવેસ્કુલર વર્કઆઉટ દરમિયાન નાક અને મોંઢામાંથી શ્વાસ લો. જેટલી વાર સુધી શ્વાસ લો છો તેટલી વાર સુધી શ્વાસ બહાર કાઢવાનો પણ છે.

– ઊંડાં શ્વાસ લેવાથી પેટ, પીઠ, સાઇડ મસલ્સ રિલેક્સ રહે છે જેનાથી સ્પાઇનમાં થતાં ખેંચાણથી બચી શકાય છે.

એક્સરસાઇઝ દરમિયાન યોગ્ય રીતે શ્વાસ લેવાના ફાયદા :- 

– તેનાથી તમે કોઇ પણ પ્રકારની એક્સરસાઇઝને કમ્ફર્ટેબલ થઇને લાંબા સમય સુધી કરી શકો છો.

– કોઇ પણ પ્રકારની ઇજા થવાની શક્યતાઓ ઘણી ઓછી થઇ જાય છે.

– આખા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે.

– એક્સરસાઇઝની વચ્ચે જો તમે ખૂબ જ વધારે થાકી ગયા છો તો ઊંડાં શ્વાસ લેવા અને છોડવાથી તમે ફરીથી ચાર્જ થઇ જાઓ છો.

– એક્સરસાઇઝમાં ફૉક્સ કરવા માટે પણ બ્રીધિંગ પર જ ભાર આપવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.