1 જાન્યુઆરીથી ATM નો ઉપયોગ થશે મોંઘો! જાણો નવા ચાર્જીસ શુ હશે??

વર્ષ 2021 હવે સમાપ્ત થવામાં છે. આ વર્ષે મોંઘવારીએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત પણ મોંઘવારી સાથે થઈ રહી છે. વર્ષ 2022થી ATMમાંથી રોકડ ઉપાડવી વધુ મોંઘી થવા જઈ રહી છે. 1લી જાન્યુઆરીથી ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઓળંગવા પર એટીએમ યુઝર્સે વધુ ચાર્જ ચૂકવવો પડશે.

આરબીઆઈએ 1 જાન્યુઆરી, 2022 થી મફત માસિક મર્યાદા પછી રોકડ અને નોન-કેશ એટીએમ વ્યવહારો માટે ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. એક્સિસ બેંકે કહ્યું કે રિઝર્વ બેંક (આરબીઆઈ)ની માર્ગદર્શિકા અનુસાર, એક્સિસ બેંક અથવા અન્ય બેંકોના એટીએમ પર મફત મર્યાદાથી વધુ નાણાકીય વ્યવહારો માટે ફી 21 રૂપિયા અને પ્લસ GST હશે. આ સુધારેલા દરો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

અત્યાર સુધી તમારે ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદાને પાર કરવા માટે 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો હવે તે જ આવતા મહિનાથી, 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન પ્લસ GST ચૂકવવો પડશે. આરબીઆઈએ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોને વધુ ઇન્ટરચેન્જ ફીની ભરપાઈ કરવા અને સામાન્ય રીતે ખર્ચમાં વધારો કર્યો છે. તેથી, બેંકોને ચાર્જને પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે.

ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનને તમારી બેંકોના એટીએમમાંથી પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારોનો સમાવેશ થશે. ગ્રાહકોને મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમમાંથી 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સેન્ટર પર 5 ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.