એક્સપર્ટની ચેતવણી: કોરોના વાઈરસની માત્ર બીજી જ નહીં,ત્રીજી લહેર પણ આવશે

કોરોના વાઈરસ એક્સપર્ટે મહામારીની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. જોકે દુનિયામાં અત્યાર સુધી એ ઓળખવા માટે સ્પષ્ટ નિયમ નથી કે કઈ સ્થિતિને કોરોનાના કેસ વધવાની એક નવી લહેર કહી શકાય. બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રમક રોગના પ્રોફેસર માર્ક વુલહાઉસે કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેર બિલકુલ સંભવ છે.

એક રિપોર્ટ અનુસાર બ્રિટિશ કોરોના એક્સપર્ટ માર્ક વુલહાઉસનું કહેવુ છે કે લોકડાઉનથી કોરોના ખતમ થશે નહીં, પરંતુ સમસ્યા થોડી વધી જાય છે. બ્રિટનમાં બીજીવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને ફરીથી દેશમાં નેશનલ લોકડાઉનનું જોખમ પેદા થઈ ગયુ છે.

પ્રોફેસર માર્ક વુલહાઉસનું કહેવુ છે કે નજીકની મુશ્કેલીને રોકવા માટે મોટા પગલા ઉઠાવવા જોઈએ જેથી હાલ સંક્રમણ ઓછુ થઈ જાય, પરંતુ આનાથી વાઈરસ દૂર થશે નહીં.

પ્રોફેસર માર્ક વુલહાઉસને પૂછવામાં આવ્યુ કે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. તેમણે કહ્યુ કે એ બિલકુલ સંભવ છે. તેમણે કહ્યુ કે જો લાગતુ હોય તો આગામી 6 અથવા 12 મહિનામાં વેક્સિન આવી રહી નથી તો આપણે વૈકલ્પિક માર્ગ શોધવાની જરૂર પડશે. જેમ કે મોટી આબાદી માટે ટેસ્ટિંગની વ્યવસ્થા વગેરે.

બ્રિટિશ કોરોના વાઈરસ એક્સપર્ટે કહ્યુ કે તાજેતરના સમયમાં યુનિવર્સિટીમાં કોરોના વાઈરસના ઘણા કેસ આવવાનુ પૂર્વાનુમાન છે. બ્રિટનમાં કોરોના વાઈરસથી 4 લાખ 34 હજાર લોકો જ સંક્રમિત થયા છે પરંતુ 41 હજારથી વધારે લોકોના મોત નીપજ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.