શહેરના પાંડેસરામાં આજે બમરોલી ખાડી પાસે રમી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઈ ગયો હતો. દુર્ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેનું મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસ દ્વારા હાલ મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર પાંડેસરા ખાતે રહેતા 4 વર્ષીય જીતા રામદેવ ચોરાઈ તેના ત્રણ મિત્રો 9 વર્ષીય હિમાંશુ, 5 વર્ષીય હંશ અને 7 વર્ષીય ગોલુ સાથે ઘરેથી રમતાં રમતાં બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા.
બપોરેના 11 વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જીતા ચોરાઈ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો અને જે અંગે બપોરેના 11 વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જીતા ચોરાઈ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો. જે અંગે ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિકને જાણ થતાં તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. દુર્ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત જીતા ચોરાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જો કે, ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. દુર્ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ચારેય બાળકો પૈકી એક બાળકનું મોત નિપજ્યું છે જયારે અન્ય ત્રણેય બાળકો 108 એમ્બ્યુલન્સમાં જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.