અમેરિકામાં ફેસબુક અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. આ કંપની પર એક સાથે 46 રાજ્યો દ્વારા કેસ કરવામાં આવ્યો છે. આ એક એવો દાવો છે જેમાં કંપની હારી જશે તો તેને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચવાની ફરજ પડી શકે છે.
હારનો અર્થ કંપનીને તોડીને નાની કરવાનાં પ્રસ્તાવને મંજૂરી અને આ રીતે ફેસબુકને તેની ઘણી સંપત્તિ વેચવી પડશે. જો કે હજું આ કેસ કોર્ટમાં ચાલશે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર ફેડરલ ટ્રેડ કમિશનની સાથે જ અમેરિકાના 50 માંથી 46 રાજ્યોએ એક સાથે ફેસબુક પર કેસ કર્યો છે.
આ કેસ શું છે
એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ફેસબુકે તેના નાના હરીફોને ખરીદી લેવા અથવા તેમને બરબાદ કરવાની વ્યૂહરચના અપનાવી છે. બુધવારે, કંપની પર ડબલ કેસ થયા છે, ત્યાર બાદ ગૂગલ પછી આ પ્રકારનાં પડકારનો સામનો કરનારી અમેરિકાની તે બીજી સૌથી મોટી ટેક કંપની બની ગઇ છે.
આ પહેલા ઓક્ટોબર મહિનામાં, અમેરિકાનાં ન્યાય વિભાગે ગૂગલ પર આરોપ લગાવ્યો હતો કે, તે પોતાના બજાર એકાધિકારનો દુરૂપયોગ કરીને તેના વિરોધીઓને કાબૂમાં લેવાની રણનીતિ અપનાવી રહ્યું છે.
બંને પક્ષોમાં સહેમતી
આ કેસ દર્શાવે છે કે અમેરિકામાં સામાન્ય સર્વસંમતિ બની રહી છે કે મોટી ટેક કંપનીઓને તેમના વ્યવસાયિક વ્યવહારમાં જવાબદાર બનાવવામાં આવે અને આ વિશે ટ્રમ્પ વહીવટીતંત્ર અને ડેમોક્રેટ્સ વચ્ચે એક દુર્લભ કહીં શકાય તેવી સહેમતી જોવા મળી રહી છે. છે. ઘણા સાંસદોએ ગૂગલ અને ફેસબુકને તોડીને નાની કંપનીઓમાં પરિવર્તીત કરવાની હિમાયત કરી છે.
વિરોધીઓને ખરીદવાની રણનિતી
બુધવારે દાખલ કરવામાં આવેલા કેસમાં, ખાસ કરીને તે બાબતની ફરિયાદ કરવામાં આવી છે કે ફેસબુક તેના હરીફોને ખરીદી રહ્યું છે. આમાં ખાસ કરીને, 2012 માં 1 અબજ ડોલરમાં ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામની ખરીદી અને 2014માં 19 અબજ ડોલરમાં વોટ્સએપની ખરીદી જેવા ઉદાહરણો આપવામાં આવ્યા છે. તેમાં એવું કહેવામાં આવે છે કે આ બધું કંપનીના દૈનિક વપરાશકારોના નાણા ભંડોળથી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.