ફેસબુકના ફાઉન્ડર અને દુનિયાના પાંચમા સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઈને એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. પોતાના કર્મચારીઓ સાથે એક મિટિંગમાં ઝકરબર્ગે કહ્યું હતું કે, કોઈની પાસે એટલી સંપત્તિ ન હોવી જોઈએ જેટલી તેમની પાસે છે.
પોતાની સંપત્તિને લઈને ઝકરબર્ગે કરી આવી ટિપ્પણી
વિશ્વના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઇ એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. 70 અરબ ડોલરની સંપત્તિના માલિક અને વિશ્વભરમાં સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના ફાઉન્ડર ઝકરબર્ગે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પાસે આટલી વધારે સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ. ઝકરબર્ગે ફેસબુકના કર્મચારીઓ સાથે ટાઉનહોલ મીટિંગમાં કહ્યું કે મને નથી ખબર કે મારી પાસે કોઇ સ્કેલ છે કે કોની પાસે કેટલી સંપત્તિ હોવી જોઇએ. પરંતુ એક સંખ્યા સુધી પહોંચી ગયા બાદ કોઇ પાસે આટલી સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ.
મોટાભાગની સંપત્તિનું દાન કરશે ઝકરબર્ગ
સંપત્તિના વિષયમાં ચર્ચા છે ત્યારે તેઓએ કહ્યું કે તેમની પત્ની માર્ક ઝકરબર્ગે ફેસબુકની પોતાની તમામ મેસેજિંગ એપ માટે એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનને લઈને થતી નકારાત્મક વાતો પણ કહી. માર્ક ઝકરબર્ગે કહ્યું મેં મારા જીવનમાં મારી મોટાભાગની સંપત્તિ દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. જો કે અનેક લોકોને આ પણ પૂરતું લાગતું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.