ફેસબૂક વધારે પસંદ હોય તો નોકરી છોડી દો : દિલ્હી હાઇકોર્ટેનો સૈન્ય અધિકારીને ફટકાર

 દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી 89 એપ પર સૈન્યએ પ્રતિબંધ લગાવ્યો છે

દેશની સેનાએ સૈનિકોના 89 એપ્લિકેશન વાપરવા પર પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણયની વિરુદ્ધમાં એત લેફટનન્ટ કર્નલે દિલ્હી હૈઇકોર્ટમાં યાચિકા દાખલ કરી હતી અને ફેસબૂક વાપરવાની મંજૂરી પણ માંગી હતી. જેની સૂનવણી દરમિયાન હાઇકોર્ટે કર્નલને જ ઉધડા લીધા છે ને તેમને કડક શબ્દોમાં ફટકાર પણ લગાવી છે. દિલ્હી હાઇકોર્ટની બે જજની ખંડપીઠે આ સુનવણી દરમિયાન કર્નલ પી કે સિંહ ચૈધરીને ત્યાં સુધી કહી દીધુ કે જો ફેસબૂક વધારે પંસદ હોય તો સેનાની નોકરી છોડી દો.

હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે વાત જ્યારે દેશની સુરક્ષાની હોય ત્યારે કોઇ પણ પ્રકારની લાપરવાહી ના ચાલે. ઉલ્લેખનીય છે કે ગત છ જૂનના રોજ સેનાએ ફેસબૂક, ઇનસ્ટાગ્રામ સહિતની 89 એપ્લિકેશન પર પર્તિબંધ મુક્યો હતો. જેની સામે કર્નલ પી કે સિંહ ચૌધરીએ અરજી કરી હતી. તેમણે કોર્ટ સામે દલીલ કરતા જણાવ્યું કે જો તેઓ ફેસબૂકનું એકાઉન્ટ બંધ કરે તો તેમનો બધો ડેટા, કોન્ટેક બધુ જતું રહે, જે ફરીથી મળવું મુશ્કેલ છે. જેના જવાબમાં કોર્ટે જણાવ્યું કે તમે ગમે ત્યારે ફી નવું એકાઉન્ટ ખોલી શકો છે. તમે એક સંગઠનનો ભાગ છો ને તમારે તેના આદર્શો અને નિયમોનું પાલન કરવું પડશે.

હાઇકોર્ટે તેમને ફેસબૂક એકાઉન્ટ બંધ કરવાનું કહેતા જણાવ્યું કે સૈન્યકર્મીઓ માટે સોશિય મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ દેશની સુરક્ષાને ધ્યાનમાં લઇને લગાવવામાં આવ્યો છે, જે એકદમ બરાબર છે. હાઇકોર્ટ કર્નલને જણાવ્યું કે તમારી પાસે બે વિકલ્પ છે, ફેસબૂક શરુ રાખો અથવા તો નોકરી શરુ રાખો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.