ફેસબુકે પોતાનું એક પોપ્યુલર ફીચર બંધ કરવાની જાહેરાત કરી છે અને 1 ઓક્ટોબરથી યૂઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકે અને ફેસબુકે 1 ઓક્ટોબરથી તેનું લાઇવ શોપિંગ ફીચર બંધ કરવાની અને ઇન્સ્ટાગ્રામ પર તેની મુખ્ય એપ્લિકેશન અને શોર્ટ-ફોર્મ વીડિયો પ્લેટફોર્મ રીલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે યુઝર્સ હજુ પણ ફેસબુક લાઈવનો ઉપયોગ લાઈવ ઈવેન્ટ્સ ટેલિકાસ્ટ કરવા માટે કરી શકશે, પરંતુ તેઓ પોતાના ફેસબુક લાઈવ વીડિયોમાં પ્રોડક્ટ પ્લેલિસ્ટ કે પ્રોડક્ટ્સને ટેગ કરી શકશે નહી.
ફેસબુકની લાઇવ શોપિંગ સુવિધા ક્રીએટર્સને ઉત્પાદનો વિશે પ્રસારણ અને વેચાણ કરવાની સુવિધા આપે છે. અને ઉલ્લેખનીય છે આ લાઈવ સુવિધા સૌ પ્રથમ 2018 માં થાઇલેન્ડમાં રોલ કરવામાં આવી હતી.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, “યુઝર્સ શોર્ટ ફોર્મ વીડિયો જોવાનું પસંદ કરતા હોવાથી અમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ પર અમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરી રહ્યા છીએ.” કંપનીએ એમ પણ કહ્યું કે જો તમે વીડિયો દ્વારા લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવવા માંગતા હોવ તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ અને રીલ જાહેરાતોનો પ્રયોગ કરી શકો છો. તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સમાં પ્રોડક્ટ્સને પણ ટેગ કરી શકો છો અને ફેસબુકે કહ્યું કે જેમની પાસે ચેકઆઉટ શોપ છે અને તેઓ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ શોપિંગ ઇવેન્ટ હોસ્ટ કરવા માંગે છે તેઓ આવું કરી શકે છે અને કંપનીએ કહ્યું કે જો તમે પહેલાના લાઇવ વીડિયોને સુરક્ષિત રાખવા માંગો છો, તો તમે તમારો વીડિયો તમારા પેજ અથવા ક્રિએટર સ્ટુડિયોમાંથી ડાઉનલોડ કરી શકો છો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.