ઘણી વખત બ્રાન્ડેડ વસ્તુઓના નામ પર નકલી વસ્તુઓનું માર્કેટમાં વેચાણ અથવા તો બનાવટ થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે બાગબાન તંબાકુનું ડુપ્લિકેશન થતું હોવાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જો તમે માવો ખાવા હોય તો તમારે ચેતવાની જરૂર છે કારણકે માવાની સાથે આવતી બાગબાન તંબાકુની પડીકી નકલી હોઈ શકે છે. આ કહેવાનું કારણ એ છે કે સુરતમાંથી નકલી તંબાકુ બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડયુ છે. સુરત વરાછા વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાંથી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે બાગબાન કંપનીની ડુપ્લીકેટ તંબાકુ બનાવતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. અને વરાછા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ અનુસાર સુરત શહેરમાં લોકો અવનવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે લોકો સાથે છેતરપીંડી કરવી કે પછી વસ્તુનું ડુપ્લીફિકેશન કરવું જેવા ગુનાઓ સતત જોવા મળી રહયા છે. ત્યારે આવા જ એક ગુનામાં વરાછા પોલીસે કાર્યવાહી કરી હતી.અને સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી બાગબાન કંપનીનું ડુપ્લીકેટ તંબાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું.
બાતમીના આધારે વરાછા પોલીસ સ્ટેશનના મહેશ અને સંદીપ નામના પોલીસકર્મીએ ઊર્મિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝર હિરેન પટેલને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. પોલીસે રેડ કરતા ત્રણ ઈસમો તંબાકુનું ડુપ્લિકેશન કરતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા.અને આ ત્રણેય ઈસમો બ્રાન્ડેડ કંપનીની તંબાકુનું ડુપ્લીફિકેશન કરીને તેનું વેચાણ કરી રહ્યા હતા.
પોલીસે ત્રણેય આરોપીને પકડી વરાછા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાર આ ઇસમોની પૂછપરછ કરતા આરોપીના નામ પંકજ વોરા, દર્શીત માલવીયા અને કેતન જાગાણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ તંબાકુના પાઉચ અને લુઝ પેકીંગની તંબાકુ અને તંબાકુ બનાવવા માટે ઉપયોગ લેવામાં આવેલ મશીન કબ્જે કરી 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે અગાઉ પણ સુરતમાંથી નકલી તંબાકુ, કોલ્ડ ડ્રિક્સ સહિતની અલગ-અલગ વસ્તુઓ બનાવવાના કારખાના ઝડપાઇ ચૂક્યા છે. અને તેનાત્યારે હવે પોલીસ આ ઇસમોની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરશે કે તેઓ કેટલા સમયથી આ રીતે નકલી તંબાકુ બનાવતા હતા અને તેમની સાથે અન્ય કોઈ ઇસમોની સંડોવણી છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.