દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાતની વાતને નકારી છે. ફડણવીસે કહ્યું કે, તેમના સાથે હાથ મિલાવાની હાલ કોઈ યોજના નથી. વિધાનસભામાં વિપક્ષના નેતા ફડણવીસે આગળ ઉમેર્યું કે, તેમની પાર્ટી અને એમએનએસનો કોઈ વૈચારિક મેળ નથી. ત્યારે આ પહેલા મંગળવારે બંને નેતાઓની મુલાકાતની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, શિવસેના સાથે સંબંધ તૂટ્યા બાદ ભાજપ એમએનએસ સાથે સંબંધ જોડી શકે છે.
મુંબઈમાં એક કાર્યક્રમમાં ફડનવીસે કહ્યું કે, તેઓ રાજ ઠાકરેને મળ્યા નથી અને હાલ તેમની એવી કોઈ યોજના પણ નથી. ત્યારે ભાજપ એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે વિવિધ સંગઠનો સાથે કામ કરવાના પક્ષમાં છે. તેઓએ આગળ ઉમેર્યું કે અમે ભવિષ્યમાં તેના પર વિચારીશું. ત્યારે પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સાથે સંબંધમાં તિરાડ બાદ હવે ભાજપ રાજ ઠાકરે સાથે હાથ મિલાવી શકે છે.
ફડણવીસ અને ઠાકરે વચ્ચેની મુલાકાતની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ભાજપ-એમએનએસના ગઠબંધનની પણ અટકળો લાગી રહી હતી. એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારના એક પોશ હોટલમાં ફડણવીસ અને ઠાકરેની મુલાકાત થઈ હતી. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમએનએસ ચીફ રાજ ઠાકરેના નિશાને રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.