સુરતમાં બિલ્ડર લોબીમાં ફફડાટ , આઈટી વિભાગની તપાસ

સુરતમાં (SURAT) ૩૦થી વધુ સ્થળે આઇટી વિભાગના (IT) દરોડા પડ્યા છે. જેમાં સંગીની ગ્રુપ (SAMGINI GROUP) , અરિહંત (ARIHANT) , મહેન્દ્ર ચંપક ગ્રુપમાં (MAHENDRA CHAMPAK GROUP) દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં બિલ્ડરો (BUILDERS) અને અન્ય ભાગીદારો ને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ (FLAP TRSDERS) વ્યાપી ગયો છે.

લાંબા વિરામ બાદ સુરતમાં આઇટી વિભાગના દરોડા પાડયા છે જેમાં સંગીની ગ્રુપ અને અન્ય ભાગીદારો પર તથા અરિહંત ગ્રુપ , મહેન્દ્ર ચંપક ગ્રુપનાં ત્યાં દરોડા પડયાં છે. જેમાં ૩૦ થી વધુ સ્થળો પર એકસાથે કાર્યવાહી કરવામાં આવી છે.વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ દ્નારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં સંગીની ગ્રુપ , મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમટેક્સ ડીડીઓઈ વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ટીમને કોરોના કાળ બાદ થયેલા સોદાઓમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની મોટી રકમ હાથ લાગે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સૂત્રોના કહેવા મુજબ ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. બિલ્ડર અને તેને સંલગ્ન જવેલર્સ ગ્રૂપ અને તેમના બે ભાગીદારો ને ત્યાં પણ રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.