સુરતના કામરેજ નજીકથી ઝડપાઈ 25 કરોડથી વધુની નકલી ચલણી નોટો, જાણો શું છે મામલો?

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પકડાઇ 25 કરોડ 80 લાખની ડુપ્લીકેટ નોટ. 2000ના દરની નોટો દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU ની એમ્યુલ્સમા લઈ જવાઈ રહી હતી. કામરેજ પોલીસે બાતમીના આધારે 25 કરોડ 80 લાખની ડુપ્લીકેટ નોટો જડપી પાડી. વધુ તપાસ કામરેજ પોલીસ ચલાવી રહી છે. ઝડપાયેલી નોટો બાળકોને રમવાની નોટો હોવાનું પોલીસે જણાવ્યું.

News Detail

સુરતના કામરેજ વિસ્તાર માંથી ઝડપાઈ કરોડો રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટો, એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાઈ રહી હતી 25 કરોડ 80 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો,કામરેજ પોલીસે 1વ્યકિતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

સુરત જિલ્લાના કામરેજ નજીક નવી પારડી ગામ પાસે નેશનલ હાઈવે 48 ઉપર આવેલ રાજ હોટલ નજીકથી 25 કરોડ 80 લાખ રૂપિયાની બનાવટી નોટ શંકાસ્પદ એમ્બ્યુલન્સમાં મળી આવી હતી. કામરેજની રાજ હોટલ પાસેથી પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી છે તેમજ એસબીઆઇ બેન્ક ના અધિકારી અને ફોરેન્સિક સાયન્સના અધિકારીઓને કામરેજ પોલીસ સ્ટેશન બોલાવીને નોટોનું વેરિફિકેશન શરૂ કરાયું છે,યુવકની પૂછપરતમાં આ બનાવટી પૈસા ગુજરાતી પિક્ચર માટે વાપરવાના હોવાનું જણાવ્યું હતું,કામરેજ પોલીસે 2000ના દરની કરોડો રૂપિયાની ઝડપેલી ડુપ્લીકેટ ચલણી નોટો ને લઈ ફફડાટ મચ્યો છે ત્યારે આ ઘટનામાં પોલીસે 1 વ્યકિતની અટકાયત કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે,સવાલ અહી એ ઊભો થાય છે કે જો ફિલ્મ માટે જ આ નોટો નો ઉપયોગ કરવામાં આવવાનો હતો તો તેને એમબન્યુલાન્સમાં જ શા માટે લઈ જવાઈ રહી હતી, હાલ કામરેજ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.