સોનાના ભાવમાં આજે ફરી ધટાડો, શું રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે??

છેલ્લાં બે મહિના દરમિયાન સોનું 1359 રુપિયા સસ્તું થયું છે. ત્યારે હવે એવું માનવામાં આવે છે કે આ વર્ષેના અંત સુધીમાં સોનું રેકોર્ડ તોડી ઉચ્ચ સપાટીએ પહોંચશે. એટલે કે, આવનારા સમયમાં તે અપેક્ષા કરતાં ધણું મોંધુ થશે.

તમને જણાવી દઈએ કે, 2 મહિના પહેલાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 46 હજાર રુપિયા હતી. એટલે કે બે મહિનામાં સોનાના ભાવમાં 1359 રુપિયાનો ધટાડો નોંધાયો છે. સોનું હાલમાં તેનાં સૌથી ઉચ્ચ સપાટીથી નીચે ચાલી રહ્યું છે.

https://www.youtube.com/watch?v=d5cyIgay-h0

જો આપણે ગયા વર્ષના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2020 માં ઓગસ્ટ મહિના દરમિયાન સોનાની કિંમત 56 ગ્રામ 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે દરમિયાન સોનાએ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે, ત્યારના ભાવ પ્રમામે 11 હજાર રૂપિયાથી વધુનો તફાવત જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાથી નફો મળી શકે છે. માંગમાં વધારો થતાં સોનાના ભાવમાં નવી ઉચ્ચ સપાટી જોવા મળી શકે છે જેના કારણે રોકાણકારોને ફાયદો થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.