ફરી એકવાર લોહીના સંબંધો લજવાયા. મામાએ જ ભાણી ઉપર નજર બગાડી. વાત છે અમદાવાદના ઠક્કરનગરની અને જ્યાં કૌટુંબિક ભાણીને મામાએ પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. કેવી રીતે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો આવો જાણીએ વિગતવાર..
પોલીસ કસ્ટડીમા બુરખામા જોવા મળતો આરોપીએ કલંકિત મામા છે.. જેણે પોતાની કૌટુંબીક ભાણીને પ્રેમજાળમા ફસાવી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ મળતી માહિતી મુજબ ઠક્કર નગરમાં 38 વર્ષીય મહિલા ભાડાના મકાનમાં 14 વર્ષથી તેના બાળકો સાથે રહે છે અને તેના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ મહિલાને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેની દિકરીએ થોડા સમય પહેલા જ તેની માતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરતી હતી અને જેમાં એક યુવકના અવારનવાર મેસેજ આવતા હતા. માતાએ આ મેસેજ તેના દિકરાને બતાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસ જાપ્તામાં ઉભેલો આ આરોપી લેગીન્સ બનાવવાનું કામ કરે છે અને તે છ મહિના પહેલા મહિલાના ઘરે કામથી આવ્યો હતો અને તેની 17 વર્ષની દિકરીને સોશિયલ મીડિયામાં એક્ટિવ જોતા તેણે તેની સાથે મિત્રતા કેળવી અને વાતચીત શરૂ કરી. પરંતુ માતાનો ફોન હોવાથી વધુ વાતચીત નહિ થતા આરોપીએ સગીરાને મોબાઈલ લઈને આપ્યો હતો અને આ મોબાઈલ અને ઈન્સ્ટાગ્રામમા આરોપીના મેસેજ મળી આવતા પ્રેમસંબંધનો ભાડો ફુટયો.. આરોપી સગીરાના પિતા ની ફોઈના દીકરાનો દીકરો જ નીકળ્યો. કૌટુંબિક મામા હોવા છતા આરોપીએ સગીરાનુ શોષણ કર્યુ..
આ મામલે ભાંડો ફૂટતા માતાએ સગીરાને પૂછપરછ કરી. જેમાં સગીરાએ એક વાર નહીં પરંતુ ચાર વખત દુષ્કર્મ આચર્યુ હોવાનો ખુલાસો કર્યો અને જેથી સમગ્ર બાબતને લઈને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.