પ્રખ્યાત હોલીવુડ સિંગર જસ્ટિન બીબર કોરોના સંક્રમિત થયા છે. સિંગર જસ્ટિન બીબરની ટીમે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે સિંગરને શનિવારે કોરોનાનો ચેપ લાગ્યો છે. અને જોકે તેમની તબિયત એકદમ ઠીક છે. જસ્ટિન બીબર કોરોના સંક્રમિત થયા બાદ રવિવારે લાસ વેગાસમાં તેની ‘જસ્ટિસ વર્લ્ડ વિલ’ ઈવેન્ટ કેન્સલ કરવી પડી હતી.
શો ઉનાળા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો છે.અને આ સિવાય બીબર આ અઠવાડિયે વધુ બે શો કરવા જઈ રહ્યો છે. તેનું એરિઝોનામાં મંગળવાર અને કેલિફોર્નિયામાં ગુરુવારનું શેડ્યૂલ છે. જો કે, તેઓને મુલતવી રાખવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બીબર સિવાય તેની ટીમના અન્ય સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. 27 વર્ષીય બીબર લાસ વેગાસમાં પરફોર્મ કરવાના હતા પરંતુ શો 28 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ અંગે ઈવેન્ટના આયોજકોએ જણાવ્યું કે અમારે કમનસીબે લાસ વેગાસમાં કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે. જસ્ટિન ખૂબ જ નિરાશ છે, પરંતુ તેની પ્રથમ પ્રાથમિકતા તેની ટીમના સભ્યો અને ચાહકોનું સ્વાસ્થ્ય અને સલામતી છે.
જસ્ટિન બીબરને કોરોનાનો ચેપ લાગ્યો છે જેને પગલે ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. અને નોંધપાત્ર વાત એ છે કે, કેલિફોર્નિયાના વેસ્ટ હોલીવુડમાં પેસિફિક ડિઝાઇન સેન્ટરમાં ખીચોખીચ ભીડ માટે પરફોર્મ કર્યાના એક સપ્તાહ બાદ જસ્ટિન કોરોનાનો શિકાર બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.