નિર્ભયા પર દુષ્કર્મ આચરનારા ચાર ગુનેગારો મોતના અંજામ સુધી આજે પહોંચી ગયા છે પણ તેમની સાથેનો પાંચમો દોષી સગીર હોવાના કારણે મોતના ફંદામાંથી બચી ગયો હતો.
આજ સુધી દેશ આ સગીરનો ચહેરો જોઈ શકયુ નથી. 18 વર્ષથી ઓછી વય હોવાના કારણે તેને મોતની સજા થઈ નહોતી. એવુ કહેવાય છે કે, નિર્ભયા પર ગેંગરેપ થયો ત્યારે સૌથી ઘાતકીપણુ આ સગીરે જ દાખવ્યુ હતુ પણ તેને સગીર હોવાથી જેલની જગ્યાએ રીમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો હતો
જ્યાંથી તેને 2016માં મુક્ત કરાયો હતો. આજે આ સગીર દક્ષિણ ભારતમાં કૂક તરીકે કોઈ જગ્યાએ કામ કરી રહ્યો છે.તેણે પોતાનુ નામ પણ બદલી નાંખ્યુ છે. તે જ્યારે રીમાન્ડ હોમમાં હતો ત્યારે ખાવાનુ બનાવતા શીખ્યો હતો.
એક એનજીઓના અધિકારીનુ કહેવુ છે કે, તે જ્યાં નોકરી કરે છે તે જગ્યાના માલિકને પણ તેના ભૂતકાળની ખબર નથી.
આ સગીર નિર્ભયા કેસના અન્ય એક આરોપી રામસિંહ( જેણે જેલમાં આત્મહત્યા કરી હતી) માટે કામ કરતો હતો. તેને રામસિંહ પાસેથી 8,000 રપિયા લેવાના હતા. નિર્ભયા પર રેપ થયો તે રાતે તે પૈસા લેવા ગયો હતો અને પિશાચી ઘટનામાં સામેલ થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.