સુરત: શહેરના પાંડેસરામાં મજૂરીકામ કરતા ઈસમે તેના સાગરીત સાથે વર્ષ 2001માં રસ્તે જતા મોટર સાઇકલ ચાલકને લમણે તમંચો (Pistol) મૂકી લૂંટ (Loot) કરી હતી.
જે બાદમાં આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને વૉન્ટેડ (Wanted) જાહેર કર્યો છે. આરોપી છેલ્લા19 વર્ષથી ફરાર હતી ત્યારે પોલીસે તેને તેના વતન ખાતેથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તારીખ 08-08-2001ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યે જીયાવ ત્રણ રસ્તાથી દિપલી ગામ પાસે જાહેર રોડ પરથી પસાર થઇ રહેલા રાકેશકુમાર ધનજીભાઈ પટેલ પોતાના મિત્ર સાથે પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમની મોટર સાઇકલ રોકીને બે ઈસમોએ રાકેશભાઈના લમણે તમંચો મૂકી અને ચપ્પુ બતાવી સોનાની ચેન અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપી તેના વતન ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના બદલાપૂર તાલુકાના ઘાટમપુર ગામથી આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદમાં તેની અટકાયત કરીને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.