ફિલ્મ પ્રોડ્યુસર 50 વર્ષીય વિજય ગલાની એ લંડન ની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે અને તેઓ ત્રણ મહિના પહેલા બ્લડ કેન્સરની સારવાર માટે ભારતથી UK ગયા હતા પરંતુ તેઓ ને બ્લડ કેન્સર ઘાતક નીવડ્યું હતું.
પોતાના પરિવાર સાથે તેઓ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે લંડન ગયા ત્યારે પોતાની આ બીમારી વિશે જાણકારી મળી હતી. ગલાની ની ફિલ્મ જગત માં ખૂબ જ સફળ પ્રોડ્યુસર માં ગણના થતી હતી તેમજ ગલાની ઘણા મોટા એક્ટર્સના પણ ખૂબ જ નજીક હતા. એક પ્રોડ્યુસર તરીકે ઘણી સફળ ફિલ્મો તેઓ એ કરી હતી.
ગિલાની ના નિધન ને પગલે તેઓના પરિવાર અને ફિલ્મ જગત માં શોક ની લાગણી પ્રસરી ગઈ છે. નિર્માતા તરીકે વિજયની ફિલ્મોગ્રાફીમાં સૂર્યવંશી (1992), અચાનક (1998)નો સમાવેશ થાય છે. તેણે વર્ષ 2001માં ‘અજનબી’નું નિર્માણ પણ કર્યું હતું, જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરીના કપૂર ખાન અને બિપાશા બાસુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.