કોરોના દવાઓના નામે ખોટી દવાઓ વેચવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. જેના પર બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ભડક્યો છે. ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કોરોનાની નકલી દવાઓ વેચનારને ખરીખોટી સંભળાવી છે અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ફરહાન અખ્તરે પોતાના ટ્વિટમાં કોરોના વાયરસની ફેક દવાઓ વેચનારાઓને રાક્ષસ ગણાવ્યા છે. ફરહાન અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે નકલી કોવિડ -19ની દવા બનાવતા અને વેચતા લોકોનો એક ન્યૂઝ રિપોર્ટ જોયો. આ અંધકારમય અને નિરાશાજનક સમયમાં આવું કામ કરવા માટે તમારે એક ખાસ પ્રકારના રાક્ષસ બનવું પડે છે
એક યુઝરે લખ્યું- જો શોધવા બેસીએ તો અહિંયા બીજા પ્રકારના રાક્ષસો પણ જોવા મળે છે. એક જે ફેક દવાઓ વેચે છે અને બીજો જે સોના કરતા વધારે કિંમતે ઓક્સિજન વેચે છે. મેં એવાસ્ટિનની બોટલ 1.2 લાખમાં ખરીદી છે, જેની કિંમત ગૂગલ પર 28 હજાર બતાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.