ફરી એક વખત પાકિસ્તાનમાં હિન્દુ મંદિર બનાવવાની માંગ, હિન્દુઓએ આંદોલનની પણ તૈયારી કરી

યુએઈમાં મંદિર બની શકે તો પાકિસ્તાનમાં કેમ નહીં ?

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પાકિસ્તાની સરકારે હિન્દુઓ માટે મંદિર બનાવવા ફંડ આપવાની જાહેરાત કરી હતી.જોકે તેને લઈને ભારે વિવાદ થયો હતો.સરકાર દ્વારા મંદિર માટે જમીન આપવાના નિર્ણયનો ઈસ્લામિક સંગઠનોએ પૂરજોશમાં વિરોધ કર્યો હતો.

જોકે હવે ફરી મંદિર બનાવવાની માંગ જોર પકડી રહી છે.હિન્દુ સંગઠનોએ આ માટે આક્રમક વલણ અપનાવ્યુ છે.પાકિસ્તાન હિન્દુ પરિષદના સભ્યોએ કહ્યુ હતુ કે, હિન્દુ સમુદાય માટે જરુરી બાબતો જેવી કે સ્મશાન અને મંદિર સ્થાપનાનુ રાજકીયકરણ કરવાની જરુર નથી.

પાકિસ્તાની રાજકીય પાર્ટી તહરીકે એ ઈન્સાફના આગેવાન લાલ ચંદ મલ્હીએ કહ્યુ હતુ કે, મંદિરનો વિરોધ કરનારા કહી રહ્યા છે કે , કરદાતાઓના પૈસા મંદિરમાં વપરાઈ રહ્યા છે તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ટેક્સ નથી આપતા શું…અમે પણ આ દેશના ટેક્સપેયર છે.પાકિસ્તાન ઈસ્લામિક દેશ છે તો યુએઈ પણ ઈસ્લામિક રાજ્ય છે. જો યુએઈમાં મંદિર બની શકે તો પાકિસ્તાનમાં કેમ નહીં… છેલ્લા 70 વર્ષથી પાકિસ્તાનની સરકારોએ મંદિર પાછળ એક પણ રુપિયો ખર્ચ કર્યો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.