કોરોના વાઇરસ લોકડાઉનમાં મૂકાયેલા પ્રતિબંધોને હળવા બનાવવામાં આવતા અર્થતંત્ર પુનર્જિવિત થવાના સંકેતો મળી રહ્યાં છે તેમ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. આ ચર્ચા દરમિયાન તેમણે મુખ્યપ્રધાનોને અનલોક-૨ અને ઇન્ફેકશન ઘટાડવા અંગે વિચારવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કોરોનાના વધારે કેસો મોટા રાજ્યો અને શહેરોમાં છે. તેમણે રાજ્યોનો ટેસ્ટિંગ કરવાની ક્ષમતા વધારવા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવા જણાવ્યું હતું.
૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાનો અને પ્રતિનિધિઓ સાથેની ચર્ચમાં મોદીએ જણાવ્યું હતું કે વધારે ભીડ. સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર અને નાના ઘરોએ કોરોના વિરુદ્ધની લડાઇને વધુ પડકારજનક બનાવી દીધી છે. મુખ્યપ્રધાનો સાથે ચર્ચાનો આજે બીજો દિવસ હતો.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી લોેકડાઉન અમલમાં આવવાની અફવાઓ સામે લડવાની ખાસ
જરૃર છે. તે ભારપૂર્વક આ અફવાઓ સામે લડવાનું જણાવ્યું હતુ અને સંકેત આપ્યા હતા કે હવે દેશ અનલોક તરફ આગળ વધી રહ્યો છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હવે આપણે અનલોકના બીજા તબક્કા અને લોકોને ઓછામાં ઓછું નુકસાન કઇ રીતે થાય તે અંગે વિચારવાની જરૃર છે. લોકડાઉન હળવું બનાવતાની સાથે જ અર્થતંત્ર ફરીથી સજીવન થઇ રહ્યું છે. ફુગાવો પણ નિયંત્રણમાં છે. જો કે આ સાથે જ તેમણે કોરોનાના ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રેસિંગ અને આઇસોલેટિંગ પણ ભાર મૂક્યો હતો. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.