બનાસકાંઠાના દિયોદરમાં 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ સણાદર ખાતેથી પગપાળા તેમજ ટ્રેક્ટર રેલી નીકાળી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી નારાઓથી કચેરીને ગુંજવીને આવેદનપત્ર આપી પ્રદર્શન કર્યું છે.અને આ સાથે જ્યાં સુધી ‘સુજલામ સુફલામ’ કેનાલમાં પાણી નહીં અપાય અને ત્યા સુધી ખેડૂતોએ ધરણાં ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે મળતી વિગતો મુજબ, બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.અને સિંચાઇના પાણીની વિકટ સમસ્યા ઉભી થતાં દિયોદર, લાખણી, ડીસા,કાંકરેજ અને થરાદ સહિત 5 તાલુકાઓના 100 ગામોના ખેડૂતોએ ગામડે-ગામડે જઈને બેઠકો કરીને “જળ નહી તો વોટ નહી”ના પોસ્ટરો મારીને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી.
જો કે તંત્ર દ્વારા પાણી ન છોડતા આજે દિયોદરના સણાદર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને ત્યાં બેઠક કર્યા બાદ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પગપાળા અને ટ્રેક્ટર રેલી નીકાળી દિયોદર પ્રાંત કચેરીએ પહોંચીને પાણી આપવાના નારા સાથે પ્રાંત કચેરી ગુંજવી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી. અને ત્યાર બાદ ખેડૂતો પ્રાંત કચેરીમાં જ ધરણાં ઉપર બેસી ગયા છે.
ખેડૂતોનું કહેવું છે કે, પાણી વગર તેમની હાલત કફોડી બની છે. જેથી તેઓ ખેતરો છોડીને રસ્તા ઉપર ઉતરીને ધરણાં ઉપર બેઠા છે અને જ્યાર સુધી તેમને પાણી નહીં અને અપાય ત્યાર સુધી તેવો ધરણાં ઉપર બેસી રહશે અને પોતાના ગામોમાં કોઈ જ રાજકીય નેતાઓને ઘુસવા નહી દે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.