સંસદમાં (PARLIMENT) બિલ રજૂ થવાની બે દિવસ પહેલા કિસાનોએ (FARMERS) મોટો નિર્ણય લીધો છે. કિસાનોએ સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને (TRACTOR MARCH) સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠન (FARMERS ORGANIZATION) અહીં આ નિર્ણય કૃષિ કાયદાની વાપસી બાદ લીધો હતો. કિસાન દુનિયા આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે સિંધુ અને ટિકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જાણવામાં આવ્યું છે કે કિસાન પ્રસ્તાવિત સંસદમાં માર્ચને હાલ સ્થગિત કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા તરફથી માહિતી આપવામાં આવી છે કે આગળની રણનીતિ માટે ચાર ડિસેમ્બરે બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં અન્ય મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ વાતની જાણકારી સંયુક્ત કિસાન મોરચા એ પત્રકાર પરિષદમાં આપવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે કિસાનોને અપીલ કરી હતી. કે પ્રદર્શન સમાપ્ત કરી બધા લોકો પોત પોતાના ઘરે ચાલ્યા જાય.તો કૃષિ કાયદાને લઈને નરેન્દ્ર તોમરે કહ્યું કે , તેને રદ્દ કરનાર બિલ શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.