ખેતીમાં વાવણીથી લઈ ઉપજ માટે મોટો ખર્ચ કરવા છતાં પુરતુ વળતર નહીં મળતા ખેડુતો વગર ખર્ચની ખેતી તરફ વળ્યા છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦થી વધુ ખેડૂતોએ મલબાર લીમડાનું વાવેતર કર્યું છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ખર્ચ વગર ની ખેતી માટે નવો વિકલ્પ પસંદ કર્યો છે, અને એ છે માલાબાર લીમડાનું વાવેતર, ખેડૂતો ને ખેતીમાં વાવેતર થી લઈને લણવા સુધીમાં અનેક પ્રકાર ના ખર્ચ કરવા પડતાં હોય છે, અને ત્યારે સારો પાક તૈયાર થાય છે, બિયારણ નો ખર્ચ, વાવણી નો ખર્ચ, ખાતર, પિયત અને માવજત અને ત્યાર બાદ તૈયાર થયેલા પાક ને લણવા અને માર્કેટ માં લઇ જવા પાછળ ખર્ચ કરવો પડતો હોય છે, અને છતાં ખેડૂતોએ કરેલા ખર્ચ ના પ્રમાણમાં યોગ્ય ભાવો મળતા નથી, ત્યારે ભાવનગર જિલ્લાના ખેડુતો હવે ખર્ચ વગર ની ખેતી તરફ વળ્યા છે, જિલ્લામાં ૧૦૦ થી વધુ ખેડૂતોએ પોતાના વાડી ખેતરોમાં મલબાર લીમડાનું વાવેતર કર્યું છે.
લીમડાના ઝાડથી થોડું અલગ હોય ;
મલબાર લીમડાનું ઝાડ સામાન્ય લીમડાના ઝાડથી થોડું અલગ હોય છે. તે તમામ પ્રકારની જમીનમાં સરળતાથી વાવેતર કરી શકાય છે. તેને વધારે પાણીની પણ જરૃર હોતી નથી, તેમજ ઓછા પાણીમાં સારી રીતે ઉછરી શકે છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તેના બીજ વાવવાનું શ્રે માનવામાં આવે છે. આ વૃક્ષ ખૂબ ઝડપથી વિકસે છે. તેમજ ભારતીય બજારોમાં મલબાર લીમડાના લાકડાની ખૂબ જ માંગ છે. તેના લાકડાને પ્લાયવુડ ઉદ્યોગ માટે સૌથી સારું માનવામાં આવે છે.
https://www.youtube.com/watch?v=LACZ1WFVDlM
ખેડૂતો વાવેતર કરી ૮ વર્ષ પછી લીમડાના ઝાડનું લાકડું વેચી શકે છે. તેમજ મલાબાર લીમડાની ખેતી કરીને ખેડૂતો સરળતાથી લાખો રૃપિયાની કમાણી કરી શકે છે. મલબારી લીમડાની ખેતી વાષક ખર્ચમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો કરી આપતી ખેતી છે. આઠ થી દસ વર્ષ બાદ અંદાજે પ્રતિ એકરે ૧૨ થી ૧૫ લાખ સુધીની આવક (પ્રતિ એકરે ૧.૫ થી ૨ લાખ) તેમજ ૮ વર્ષ પછી કાપણી કરતા રૃ.૬૦૦૦ પ્રતિ ટનના ભાવે વેચાણ થઇ શકે છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા પંથકમાં ખેડૂતો હવે મલબારી લીમડાની ખેતી તરફ વળ્યા છે, એવાજ બે ખેડૂતો પ્રવીણભાઈ ગોધાણી એ ૩.૫ વીઘા જમીનમાં અને અશોકભાઈ ગોધાણી એ પોતાની ૭ વીઘા જમીનમાં મલબારી લીમડાનું વાવેતર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.