આ વર્ષે શેરડીના ભાવમા વધારો થવાથી ખેડૂતોમાં જોવા મળશે આનંદનો માહોલ

સુરતના ગણદેવી સુગરમાં મળેલી બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ પ્રતિ 100 કિલોએ 3200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ગતવર્ષ કરતાં શેરડીના 200થી 500 રૂપિયા વધુ મળશે તે નિશ્ચિત થઇ ગયું છે.અને બીજી તરફ ગતવર્ષ કરતાં સ્ટોક વેલ્યુમાં માત્ર 50 રૂપિયાનો જ વધારો કરાયો છે.

સુગરમિલોના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરની ઉપસ્થિતિ વચ્ચે શનિવારે ગણદેવી સુગરમાં ખાંડની સ્ટોક વેલ્યુ નક્કી કરવા બેઠક મળી હતી.જેમાં કોરોનાકાળ બાદ સુધરેલી બજારની પરિસ્થિતિ, ખાંડના ભાવ, ઉત્પાદન ખર્ચ સહિતનાં પાસાંઓને ધ્યાને લઇ ખાંડની સ્ટોક વેલ્યુ 3200 રૂપિયા નક્કી કરાઈ હતી. જોકે, ગતવર્ષે ખાંડની સ્ટોક વેલ્યુ 3150 રૂપિયા હતી, એટલે કે, ગતવર્ષ કરતાં સ્ટોક વેલ્યુ 50 રૂપિયા વધારે છે. પરંતુ ગતવર્ષે કોરોનાની મહામારીને લીધે સુગરમિલોની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ હતી, પરંતુ કોરોના બાદ વેપારની ગાડી પાટે ચઢતા સુગરમિલોની સ્થિતિ પણ સુધરી છે.અને બગાસ, મોલાસિસ અને ખાંડની કિંમતમાં થયેલા વધારાથી દક્ષિણ ગુજરાતની તમામે તમામ સુગરમિલોની નાણાકીય પરિસ્થિતિ સુધરે છે. તેથી આ વખતે ખેડૂતોને ગતવર્ષ કરતાં આ વર્ષે શેરડીના ટનદીઠ 200થી 500 રૂપિયા વધુ જાહેર કરવામાં આવે તે નક્કી થઈ ગયું છે. હવે ખેડૂત સભાસદોના હિતને ધ્યાને લઇ સુગરમિલો કેટલા ઊંચા ભાવ જાહેર કરે આગામી 31મી માર્ચના રોજ માલૂમ પડી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.