Farming Business Idea: આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જે તમે માત્ર 20,000 રૂપિયાથી શરૂ કરી શકો છો. આ પછી તેઓ ટૂંક સમયમાં લાખોમાં રમવાનું શરૂ કરશો. અમે તમને લેમન ગ્રાસ વિશે જણાવી રહ્યા છીએ. બજારમાં તેની માંગ દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ તેની ખેતી કરી શકાય છે.
નવી દિલ્હીઃ જો તમે ખૂબ જ ઓછા પૈસા લગાવીને કોઈ બિઝનેસ શરુ કરવા માંગો છો, તો અહીં અમે તમને એવો બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે માત્ર 20 હજાર રૂપિયાનું રોકાણ કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. અહીં અમે વાત કરી રહ્યા છીએ લેમનગ્રાસ (Lemon Grass Farming)ની ખેતી વિશે. તેને લીંબુ ઘાસ પણ કહેવામાં આવે છે. આ ખેતી કરીને તમે સારો એવો નફો કમાઈ શકો છો. તેની ખેતી કરવા માટે તમારે માત્ર 20 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.
લેમનગ્રાસના બિઝનેસને લઈને પીએમ મોદીએ પણ મન કી બાતમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લેમનગ્રાસની ખેતી કરીને ખેડૂતો પોતાને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. આ ખેતી તમે ઓછું પાણી અને દુકાળગ્રસ્ત વિસ્તારમાં પણ કરી શકો છો જે ખૂબ જ ઉત્તમ બાબત છે. આ ખેતીમાં પ્રોસેસિંગ બાદ તમે ખૂબ જ કમાણી કરી શકો છો.
માર્કેટમાં લેમનગ્રાસની ભારે માંગ – માર્કેટમાં લેમનગ્રાસમાંથી નીકળતા તેલની ભારે માંગ છે. લેમનગ્રાસમાંથી નીકળતું તેલ કોસ્મેટિક્સ, સાબુ, તેલ અને દવા બનાવવાવાળી કંપનીઓ તેનો ઉપયોગ કરે છે. જેના કારણે માર્કેટમાં તેનો સારો ભાવ મળે છે. આ ખેતીની ખાસિયત છે કે તે સુષ્ક વિસ્તારમાં પણ કરી શકાય છે. લેમનગ્રાસની ખેતીથી તમે માત્ર એક જ વર્ષમાં લગભગ 4 લાખ રૂપિયા સુધીનો નફો કમાઈ શકો છો. લેમનગ્રાસની ખેતીમાં ખાતરની જરૂર નથી પડતી, તેમજ આ ખેતી જંગલી જાનવરો દ્વારા બગાડવાનો પણ ભય નથી રહેતો. માત્ર એક જ વખત આ પાકની વાવણી કરવાથી તે સતત 5-6 વર્ષ સુધી ચાલ્યા કરે છે.
ક્યારે કરવી લેમનગ્રાસની વાવણી? – તમે ફેબ્રુઆરીથી જુલાઈ મહિના વચ્ચે લેમનગ્રાસની ખેતી કરી શકો છો. એક વખત લેમનગ્રાસ વાવ્યા બાદ તેની 6થી 7 વખત કાપણી કરી શકાય છે. તેમજ એક વર્ષમાં 3થી 4 વખત કાપણી થઇ શકે છે. લેમનગ્રાસમાંથી તેલ કાઢવામાં આવે છે. એક કઠ્ઠા જમીનમાંથી એક વર્ષમાં લગભગ 3થી 5 લીટર તેલ નીકળે છે. આ તેલની કિંમત 1000થી 1500 રૂપિયા છે. ત્રણ વર્ષ સુધી તેની ઉત્પાદન ક્ષમતા વધે છે. લેમનગ્રાસનો નર્સરી બેડ તૈયાર કરવાનો યોગ્ય સમય માર્ચ-એપ્રિલ મહિનો છે.
કેટલી થાય કમાણી? – જો તમે એક હેક્ટરમાં લેમનગ્રાસની ખેતી કરી રહ્યા છો, તો શરૂઆતમાં 20 હજારથી 40 હજાર રૂપિયાણો ખર્ચ થશે. એક વખત વાવણી કર્યા બાદ વર્ષમાં 3થી 4 વખત લણણી કરી શકાય છે. મેન્થા અને ખસની જેમ જ લેમનગ્રાસનું પીલાણ થાય છે. 3થી 4 કાપણી બાદ લગભગ 100થી 150 લીટર તેલ નીકળે છે. એક હેકટરથી વર્ષમાં લગભગ 325 લીટર તેલ નીકળે છે. આ તેલનો ભાવ લગભગ 1200થી 1500 રૂપિયા લીટર હોય છે. એટલે કે તમે એક હેક્ટરમાંથી 4થી 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.