જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) હંમેશા પોતાના આકરા વલણ અને રાજકીય નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ દિલ્હીમાં તેમનું એક અલગ જ રૂપ, એક અલગ જ અંદાજ જોવા મળ્યો.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારૂક અબ્દુલ્લા ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા. આ ખાસ પ્રસંગે તેઓએ પોતાની સાથે કેપ્ટન અમરિંદર સિંહને પણ ડાન્સ કરવા મજબૂર કર્યા.
વીડિયોમાં પહેલા ગુલાબી આંખે જો તેરી દેખી ગીત પર ફારૂક અબ્દુલ્લા ડાન્સ કરી રહ્યા હતા. ત્યારબાદ આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે ગીત વાગ્યું તો ફારૂક કેપ્ટનને પણ પોતાની સાથે ખેંચી લાવ્યા. આ વીડિયોમાં અન્ય લોકો પણ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
કેપ્ટન અમરિંદર સિંહે પણ ફારૂકના ડાન્સ દરમિયાન પરિવારના કેટલાક લોકોને સાથ આપવા માટે બોલાવ્યા. તમામે તાળીઓ વગાડીને તેમનો ઉત્સાહ વધાર્યો. બંને નેતાઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.