વાહનો માટે FASTag કેટલું ફાયદાકારક છે એ વાત હવે સામાન્ય લોકોને ખબર પડવા લાગી છે. તેને 15 ડિસેમ્બરથી દેશભરનાં તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવ્યો છે. ફાસ્ટેગ આવ્યા બાદ ટોલ પ્લાઝામાં 25 ટકા હાઈબ્રિડ લેન બનાવી દેવામાં આવી છે. જેનાથી ટોલ પર લાગતી ભીડ થોડી ઓછી થઈ ગઈ છે. પણ હવે ફાસ્ટેગનો ઉપયોગ ફ્કત ભીડ ઓછી કરવા માટે નહીં પણ ચોરી થયેલી ગાડીઓને શોધવા માટે પણ થઈ રહ્યો છે.
ફાસ્ટેગને કારણે એક શખ્સની ચોરી થયેલી મહિન્દ્રા સ્કોર્પિયો કાર ફક્ત પાંચ કલાકમાં જ મળી ગઈ હતી. પુણે પોલીસે ઠાણે પોલીસની મદદથી જીપીએસ અને ફાસ્ટેગની મદદથી થયેલ કારને પકડી પાડી હતી. પુણેના રહેવાસી બિલ્ડર રાજેન્દ્ર જગતાપે આ કાર ઓગસ્ટ 2019માં ખરીદી હતી. ત્યારે જગતાપની પાસે સવારે 4.38 અને 6.00 વાગે ફાસ્ટેગથી 35 રૂપિયાના બે ટોલ કપાયા હોવાના મેસેજ આવ્યા હતા. જ્યારે તે મેસેજ જોઈને કાર જોવા ગયા તો કાર ગાયબ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર જગતાપે તરત જ આ મામલે પોલીસનો સંપર્ક કર્યો. અને પોલીસે જીપીએસ અને ફાસ્ટેગની મદદથી કારને ટ્રેક કરી લીધી હતી. જે બાદ ઠાણે પોલીસે કારને શોધી નીકાળી હતી. જગતાપે કારમાં ફાસ્ટેગની સાથે જીપીએસ સિસ્ટમ પણ લગાવી હતી. જેને કારણે કાર શોધવામાં સરળતા પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.