ફરાળી સમોસાના પડ માટે
-એક કપ મોરૈયાનો લોટ
-એક ટીસ્પૂન તેલ
-સિંધવ મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે
ફરાળી સમોસાના સ્ટફિંગ માટે
-ત્રણ બટાકા
-બે ટીસ્પૂન તેલ
-પા ટીસ્પૂન જીરું
-ચાર નંગ લીલા મરચા
-અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર
-એક ટીસ્પૂન લીંબુનો રસ
-એક ચમચી ખાંડ
-સિંધવ મીઠું સ્વાદ મુજબ
સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં જીરુંનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લીલા મરચા નાંખી બટાકાની છીણ વઘારી લો. હવે તેમાં સિંધવ નાંખી હલાવી ઢાંકીને ચઢવા દો. ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, લીંબુનો રસ અને ખાંડ નાંખી ખાંડનું પાણી બળી જાય એટલે નીચે ઉતારી લો. મોરૈયાના લોટના લુઆ કરી તેમાંથી રોટલી વણી લો. અટામણ માટે મોરૈયાનો લોટ લ્યો.રોટલી બહુ પાતળી ન વણવી. રોટલીના બે પીસ કરી બન્નેમાં સ્ટફિંગ ભરી સમોસા ભરી લેવા. કિનારી પર પાણી લગાવી લેવું. સાચવીને ભરવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.