રાજકોટના હનુમાન મઢી ચોકમાં માતા રહેલી કોલેજીયન યુવતીના ધરમાં ધુસી ધરારપ્રેમી ના સાગરીતો યુવતીને છરીના ચારેક ધા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, બીકોમ ના છેલ્લા વર્ષેમાં અભ્યાસ કરતી શિવાની આશીષભાઈ ત્રિવેદી ધરે હતી. ત્યારે નવ વાગે ઋતુરાજ જાડેજા ધરે આવી છરીના ચાર ધા ઝીંકી દેતા તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.મિલન ની બહેન સાથે તેણી અભ્યાસ કરતી હોવાથી પ્રોજેક્ટ બનાવવા તેનાં ધરે ગઈ હતી ત્યારે મિલન સાથે મુલાકાત થઈ હતી.
તેણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મિલન અવારનવાર ધરે આવી મને ઉઠાવી જતો અને તેના મિત્રોના મકાને કબજો કરેલા ફલેટ અને અવાવરું જગ્યાએ લઈ જઈ તેણીનું શોષણ કરતો હતો. રાત્રે ચાર વાગે ધરે આવી ડેલી ઠેકી મને ઉઠાવી જતો અને માતા ને ફોન કરીને ફરિયાદ કરશો તો તમારી દીકરી મારી પાસે છે જીવતી નહી રહેવા દવ તેવી ધમકી આપતો હતો.
https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=20s
મેં આ અંગે ફરિયાદ કરવાનો પ્રયત્ન કરતાં મિલન અને તેની માતા એ મારી માફી માગી હતી. આજે હું ધરે હતી ત્યારે મિલનનો મીત્ર ઋતુરાજ ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યો હતો અને પોતાને મિલને માર માર્યો છે અને તું બહેન એક વિડીયો બનાવી દે જેમાં આપણે બંને વચ્ચે કઈ સંબંધ નથી મિલનને એવી શંકા છે .
કે આપણી વચ્ચે અનૈતિક રીલેશન છે. જેથી હુ તારી બહેન છું તેવા દ્વારકાધીશનાં સમ ખાઈ વિડીયો બનાવવાનું કહેતાં મે વિડિયો બનાવીને બહાર કાઢયો.ઋતુરાજ પેટમાં ધા મારવા જતો હતો ત્યારે લોકો એકઠા થઇ જતાં ઋતુરાજ ભાગી ગયો હતો.પોલીસ ત્યાં આવી પહોંચી હતી. અને જીવલેણ હુમલો અંગેનો ગુનો નોંધ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.