પાટણમાં દીકરી ધાર્મીની પરીક્ષાના બીજા દિવસે પિતા મૃત્યુ પામ્યા વાંચન ના બગડે એ માટે ઘરમાં કોઈ ન રડ્યું હિંમત આપી પરીક્ષા અપાવતાં 88 % મેળવ્યા પાટણમાં CBCE ધોરણ 12 સાયન્સમાં પરીક્ષાના બીજા દિવસે પિતાનું અવસાન થતાં ભાગી પડેલી પુત્રીને પરીક્ષા આપવા માટે પરિવાર ભારે હૈયે આંખોમાં આંસુ છુપાવી પુત્રીને પરીક્ષા આપવા માટે હિંમત આપી તૈયારીઓ કરાવતાં પુત્રી 88.2 % સાથે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું , પરિવારે કરેલા સંઘર્ષનું ફળ મળ્યું હતું . પાટણમાં રહેતી ધાર્મી બિપિનચંદ્ર પટેલની CBSE ધો 12 સાયન્સની 7 મે પરીક્ષા શરૂ થવા પામી હતી . 8 મેના રોજ પિતા બિપિનચંદ્રનું કેન્સરની બીમારીને કારણે આકસ્મિક મોત થતાં પરિવારમાં ગમગીન માહોલ છવાઈ જવા પામ્યો હતો . પિતાના ગુમાવવાના આઘાતમાં તૂટેલી ધાર્મીને પરીક્ષા હોઈ , પરિવારે પુત્રીનું ભવિષ્ય ના બગડે અને સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે આઘાતથી બહાર લાવવા માટે ભારે હિંમત સાથે તૈયારીઓ કરાવી , બાકી રહેલા ચાર વિષયની પરીક્ષા પણ યોગ્ય રીતે અપાવી હતી . પરિવારમાં શોકના માહોલ વચ્ચે ધાર્મી પરીક્ષામાં તમામ વિષયોમાં શ્રેષ્ઠ રીતે પ્રશ્નોના જવાબ લખીને આવતાં શુક્રવારે જાહેર થયેલા પરિણામમાં તેણે 88.2 % પ્રાપ્ત કરતા સમગ્ર પરિવારમાં હર્ષની લાગણી ફરી વળી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.